મોરબી : કોર્ટ પરિસરમાં યુવાને ઝેર પી કર્યો આત્મહત્યાનો પ્રયાસ

- text


મોરબી : મોરબીની કોર્ટમાં એક યુવાને આવીને જાતે દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરતા થોડીવાર માટે કોર્ટ પરિસરમાં અફડાતફડી મચી ગઈ હતી. દવા પી લેનાર યુવાનને તાત્કાલિક બેભાન અવસ્થામાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલી કોર્ટ પરિસરમાં પહોંચીને એક યુવાને ઝેરી દવા પી લેતા દવાની અસરને પગલે યુવાન બેભાન થઈ ગયો હતો. આ બનાવની જાણ કોઈએ 108ને કરતા યુવાનને લાલબાગ ૧૦૮ની ટીમ દ્વારા તુરંત સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો હતો. બનાવને પગલે બી. ડીવીઝન પોલીસના હકાભાઇ ચૌહાણ સહિતની ટીમ હોસ્પિટલ પહોંચી હતી. પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ દવા પીને આપઘાતનો પ્રયાસ કરનાર ગઢવી યુવાન રાજકુમાર લાખુભાઇ મારૂ (ઉ.વ.૩૧) રહે. રફાળેશ્વર વાળો હોવાનું જાણવા મળ્યું છે. તેમજ યુવાનને તેની પત્નીથી છૂટાછેડા જોઇતા હોય તેમજ મહિલા પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે ફરિયાદ થયેલી હોય નાસીપાસ થઈને યુવાને આ પગલું ભર્યું હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text