મોરબીના મકનસર ગામે પ્રેમજીનગરમાં ગેરકાયદે દબાણો પર તંત્ર તૂટી પડ્યું

- text


મામલતદારની ટીમે એક ભઠ્ઠો, સર્વિસ સ્ટેશન, પાંચ કાચા મકાનો તોડી પડ્યા

મોરબી : મોરબીના મકનસર ગામે આવેલા ગેરકાયદે દબાણો પર આજે તંત્ર તૂટી પડ્યું હતું.મામલતદાર અને પોલીસ તંત્રની ટીમે પ્રેમજીનગરમાં સરકારી જમીન પર થયેલા એક ભઠ્ઠો, સર્વિસ સ્ટેશન, પાંચ કાચા મકાનો સહિતના ગેરકાયદે દબાણો હટાવી દીધા હતા.

- text

લોકસભાની ચૂંટણી પુરી થતાની સાથે આચારસહિતાનું ગ્રહણ દૂર થતાં જ તંત્રએ ગેરકાયદે દબાણો હટાવવાની કવાયત શરૂ કરી છે.રાજકોટની સાથે મોરબીમાં પણ તંત્રે ગેરકાયદે દબાણો સામે લાલઆંખ કરીને દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી છે.જેમાં મોરબીના મકનસર ગામે આવેલા પ્રેમજીનગરમાં સરકારી જમીન પર દબાણો થયાની ફરિયાદ ઉઠ્યા બાદ મોરબી મામલતદાર ગૌસ્વામીની ટીમ,જીઇબીની ટીમ તથા પોલીસની ટીમ મકનસરના પ્રેમજીનગર ગામે દબાણો હટાવવા દોડી ગઈ હતી અને પ્રેમજીનગરમાં સરકારી જમીન પર એક ભઢ્ઢો, સર્વિસ સ્ટેશન તથા પાંચ કાચા મકાનો પર બુલડોઝર ફેરવીને આ દબાણો દૂર કરીને સરકારી જમીન ખુલ્લી કરી દીધી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે , પ્રેમજીનગરમાં વારંવાર સરકારી જમીન પર દબાણો થયાની તંત્ર સમક્ષ ફરિયાદ થાય છે અને કેટલાક લોકો વાવડીથી આવીને અહીં વસવાસ શરૂ કર્યો હતો. અમુક બાંધકામો ગેરકાયદે હોવાની ફરિયાદ થતા આજે તંત્રએ આ કાર્યવાહી કરી હતી.

- text