હળવદની સરા ચોકડી પાસેથી ચોરાઉ બાઇક સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબી એલસીબીએ હળવદની એક બાઇક ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લા પોલિસ વડા કરનરાજ વાઘેલા અને એલસીબી પીઆઇ વી બી.જાડેજાએ વાહન ચોરી અટકાવવા માટે સૂચના આપતા એલસીબી સ્ટાફ હળવદ વિસ્તારમાં પેટ્રોલીગ કરી રહ્યો હતો.તે સમયે એલસીબી સ્ટાફના આસિફભાઈ ચાણક્યાં અને નિરવભાઈ મકવાણાને મળેલી બાતમીના આધારે હળવદ વિસ્તારમાંથી મોટર સાયકલની ચોરી કરનાર ગીરીશભાઈ ધનજીભાઈ કુરિયાને ચોરાઉ બાઇક સાથે હળવદની સરા ચોકડી પાસેથી ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text