હળવદના ખેતરડી ગામે વિદેશી દારૂની ૮૪ બોટલ સાથે ત્રણ પકડાયા

- text


 

હળવદ : હળવદના ખેતરડી ગામે વિદેશી દારૂની ૮૪ બોટલ સાથે ત્રણ શખ્સોને પકડી પાડી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યુ છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદના ખેતરડી ગામની સીમમાંથી પોલીસે જયેશ માત્રાભાઈ ઉડેસા, નસીબ નાગરભાઈ ઝીંઝુવાડિયા અને વિક્રમ સોમાભાઈ દેકાવડીયાને ૮૪ બોટલ વિદેશી દારૂ કિંમત રૂ. ૨૫,૨૦૦ સાથે પકડી પાડી કુલ રૂ. ૮૦,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text