મોરબીમાં ભગવાન પરશુરામ દાદાની જન્મજયતિની ધર્મોલ્લાસ ભેર ઉજવણી

- text


પરશુરામ દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળી : મોટી સંખ્યામાં ભૂદેવોએ જોડાઈને પોતાના આરાધ્ય દેવના જન્મોત્સવને હર્ષભેર મનાવ્યો

મોરબી : મોરબીમાં આજે ભગવાન પરશુરામ દાદાની જન્મજયતિની ધર્મોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. પરશુરામ દાદાની જન્મજયતિ નિમિતે ભૂદેવો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં ભુદેવોએ જોડાઈને પોતાના આરાધ્ય દેવના જન્મોત્સવને હર્ષભેર મનાવ્યો હતો.

મોરબીમાં ભુદેવોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામ દાદાની જન્મોત્સવને લઈને ભુદેવોમાં અનેરો હર્ષોલ્લાસ છવાયો હતો.અને પરશુરામ જ્યંતી નિમિતે નવલખી રોડ પર આવેલા પરશુરામ ધામને શણગારવામાં આવ્યું હતું.આજે પરશુરામ ધામ ખાતે ભગવાન પરશુરામ દાદાના દર્શન કરવા માટે સવારથી જ ભૂદેવો ઉમટી પડ્યા હતા અને ભગવાન પરશુરામ દાદાના દર્શન કરીને વિશેષ પૂજા અર્ચના કરી હતી.જ્યારે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આજે સાંજે વાઘપરા શેરી નંબર 14માં આવેલ ગાયત્રી મંદિરેથી પરશુરામ દાદાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.આ શોભાયાત્રામાં મોટી સંખ્યા બ્રહ્મ સમાજના લોકો જોડ્યા હતા અને શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરીને નવલખી રોડ પર પરશુરામ ધામ ખાતે પહોંચશે. જ્યાં મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાશે.જેનો મોટી સંખ્યા બ્રહ્મ સમાજના લોકોએ લાભ લશે. આ કાર્યક્રમને સફળ બનાવવા પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ ધ્યાનેશભાઈ રાવલ, મહામંત્રી ધર્મેન્દ્રભાઈ જોષી અને પ્રોજેકટ ચેરમેન મુકેશભાઈ જાની, ચિંતનભાઈ ભટ્ટ, નિરંજનભાઈ ભટ્ટ સહિતના બ્રહ્મ સમાજના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text