ગેસના ધાંધિયા તાકીદે ઉકેલો : ગુજરાત ગેસને મુખ્યમંત્રીની તાકીદ

- text


છેલ્લા ચાર દિવસથી ગુજરાત ગેસની સપ્લાય ખોરવાતા મોરબીના ઉદ્યોગકારોએ ગાંધીનગર મુખ્યમંત્રીને રજુઆત કરતા સીએમ ચોકયા

મોરબી : ગુજરાત ગેસ કંપનીની લાપરવાહ નીતિને કારણે મોરબીના સિરામિક ઉદ્યોગને વિનાકારણે કરોડોનું નુકશાન વેઠવું પડતા આજે રોષે ભરાયેલા સિરામિક ઉદ્યોગપતિઓ મોરબી સિરામિક એસોશિએશનની આગેવાની હેઠળ ગાંધીનગર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજુઆત માટે દોડી જતા મુખ્યમંત્રી પણ ચોંકી ઉઠ્યા હતા અને ગુજરાત ગેસને તાકીદે ઉદ્યોગકારોની સમસ્યા તાકીદે ઉકેલવા આદેશ કર્યો હતો.

મોરબીમાં ઇન્ડસ્ટ્રીયલ ગેસના ધાધિયાથી સીરામીક ઉધોગકારોને કરોડોનું નુકશાન થઈ રહ્યું છે ગઈકાલે રાત્રે સીરામીક ઝોન વિસ્તાર પીપળી રોડ પર ગેસનું પ્રેશર ઝીરો થઈ જતા આ મામલે સીરામીક ઉધોગકારોએ મોરબી સ્થિત ગેસની ઓફિસે રામઘુન બોલાવી હતી અને આજે સીરામીક એસોશિએશનનું પ્રતિનિધી મંડળ ગાંધીનગર દોડી જઈને આ મામલે મુખ્યમંત્રીને રજુઆત કરી હતી.જેના પગલે મુખ્યમંત્રીએ ગુજરાત ગેસ કંપનીને આ બાબતે તાકીદે યોગ્ય કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.

ઉલ્લેખનીય છે કે મોરબીના સીરામીક ઉધોગમાં વપરાતા કોલગેસ પર થોડા સમય પહેલા એન.જી.ટી.એ મોરબીના પર્યાવરણના હિતના એક અગત્યનો ચુકાદો આપીને પ્રતિબંધ લાદી દીધો હતો.આથી સીરામીક ઉધોગકારોએ કોલગેસ વાપરવાનું બંધ કરી દીધું હતું.જેમાંથી ઘણા ખરા સીરામીક ઉધોગકારો નેચરલ ગેસ તરફ વળ્યા હતા.આવા સમયે ગુજરાત ગેસ કંપનીએ પૂરતા પ્રમાણમાં ઉધોગકારોની ગેસ સપ્લાય કરવો જોઈએ, પરંતુ ગુજરાત ગેસ કંપનીએ મનમાની ચલાવીને મોરબીના સીરામીક ઉધોગમાં સપ્લાય કરાતા ઇન્ડસ્ટ્રીય ગેસમાં રીતસર ધાધિયા કરતા સીરામીક ઉધોગના ઉત્પાદનમાં માઠી અસર સર્જાઈ છે અને છેલ્લા કેટલાક સમયથી સીરામીક ઉધોગકારોને કરોડોનું નુકશાન થઈ રહ્યું છે.

- text

દરમ્યાન ગઈકાલે રાત્રે મોરબીના સીરામીક ઝોન વિસ્તાર પીપળી રોડ પર ગેસનું પ્રેશર જીરો થઈ જતા સીરામીક ઉધોગકારો આગબાબુલા થયા હતા અને મોરબીની ગેસ ઓફિસ ખાતે હલ્લાબોલ કર્યું હતું અને પ્રશ્નનું નિરાકરણ લાવવા સીરામીક ઉધોગકારોએ ગાંધીગીરી કરી રામઘુન બોલાવી હતી.

જો કે આમ છતાં પણ ગેસના ધાધિયા યથાવત રહેતા આજે સીરામીક એસોશિએશનના પ્રમુખો સહિતના હોદેદારો અને સીરામીક ઉધોગકારો ગેસના લો પ્રેસર પ્રશ્ને મુખ્યમંત્રીને રજુઆત કરવા ગાંધીનગર દોડી ગયા હતા અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ઉધોગકારોએ ગેસ કંપનીની મનમાનીથી થઈ રહેલા ગેસના ધાંધિયાથી વેઠવી પડતી નુક્શાનીની પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા.

બીજી તરફ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉધોગકારીની રજૂઆતને ધ્યાને લઈને ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓને ગેસના ધાધિયાનો પ્રશ્ન તાત્કાલિક ઉકેલવા આદેશ આપતા ઉદ્યોગકારોમાં પ્રશ્ન ઉકેલાવાની આશા જાગી છે.

નોંધનીય છે કે ગેસ પ્રેસર મામલે ગાંધીનગર રજુઆત કરવાની સાથે – સાથે આજે પણ મોરબીના ઉદ્યોગકારો દ્વારા મોરબી ગુજરાત ગેસની ઓફીસ ખાતે વિરોધ પ્રદર્શન જારી રાખ્યું હોવાનું સૂત્રો જણાવી રહયા છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text