સર્જીકલ સ્ટ્રાઈકના સબૂત માંગનાર પાર્ટીને નો એન્ટ્રી : ગામમાં બેનર લાગ્યા

- text


મોરબી : પાકિસ્તાનમાં ભારતે કરેલી સર્જીકલ એર સ્ટ્રાઈક બાદ અમુક રાજકીય પાર્ટીના આગેવાનો દ્વારા સર્જીકલ સ્ટ્રાઈક સામે સવાલો ઉઠાવી તેના પુરાવા માંગ્યા હતા. ત્યારે સર્જીકલ સ્ટ્રાઈકનો મુદ્દો આ ચૂંટણીમાં છવાયેલો રહે તેવી પુરી શક્યતા છે ત્યારે મોરબીના મહેન્દ્રનગર ગામમાં સર્જીકલ સ્ટ્રાઈકના સબૂત માંગનાર પાર્ટીને મત માંગવા ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લાગતા ચૂંટણીના માહોલમાં ગરમાવો આવ્યો છે.

મોરબી જિલ્લાના મહેન્દ્રનગર ગામે રાષ્ટ્ર પ્રેમી ગ્રામજનોના નામથી પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમાં ભારતીય સેના પાસે સર્જીકલ એર સ્ટ્રાઈકના સબૂત માંગવા વાળી પાર્ટીએ ગામમાં મત માંગવા આવવું નહીં. સેનાનું અપમાન કરનાર રાજકીય પાર્ટીને મત આપવામાં આવશે નહીં તેવું લખાણ મુકવામાં આવ્યું છે.

આમ આ બેનર જોતા આ લોજસભાની ચૂંટણીમાં પાકિસ્તાન, આંતકવાદ અને સર્જીકલ સ્ટ્રાઈક અને રાષ્ટ્રવાદના મુદ્દા મહત્વના સાબિત થાય તેવી પુરી શકયતા છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text