મોરબી તાલુકા ભાજપે 40મો ભાજપનો સ્થાપના દિન ઉજવ્યો

- text


મોરબી : મોરબી તાલુકા ભાજપ દ્વારા ભારતીય જનતા પાર્ટીના 40માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી તાલુકા ભાજપ દ્વારા ભારતીય જનતા પાર્ટી નો 40 મો સ્થાપના દીન ઉજવાયો હતો.જેમાં આજે સવારે જીલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઇ ગડારા, એ પી એમ સી ચેરમેન મગનભાઇ વડાવીયા, પુર્વ તાલૂકા પંચાયત પ્રમુખ વિનુભાઇ રુપાલા, ધનજી ભાઇ દંતાલીયા, વેલજી ભાઇ બોસ,ઇન્ચાર્જ દુર્લભજી ભાઇ દેથરીયા,જેઠાભાઇ પારેધી. વિઠલભાઇ ચાવડા,જયતિભાઇ પડશુબીયા ,રવિ શનાવળાની ઉપસ્થિતિમા તેમજ મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ ભાઇ વાસદડીયા ની અધ્યક્ષતામા સાસંદ શ્રી મોહન ભાઇના કાર્યાલય ખાતે ભાજપ સ્થાપના દિન ઉજવાયો હતો.આ તકે જીલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઇ એ જણાવ્યું કે 1984 મા 2 સીટ થી 2014 મા બહુમતી સરકાર રચવા સુધીની ભાજપ ની સફર મા બુથ લેવલ ના કાર્યકર્તા થી લઇનેબાજયેઇજી જેવા મહાનુભાવોનુ યોગદાન છે.કાર્યકર્તા થકી પાર્ટી આજે 11 કરોડ સભ્યો સાથેવિશ્વ મા સૌથી મોટી પાર્ટી તરીકે નુ બહુમાન મેળવ્યું છે.પાર્ટીનો ધ્યેય ભારત માતા ને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરવાનો છે ત્યારે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ ને ફરીથી વડાપ્રધાન બનાવવા સંકલ્પ લઇએ અને સાકાર કરવા લાગી જવા હાકલ કરી છે

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text