મોરબીના સરદાર બાગમાં કાલે રવિવારે પુસ્તક પરબ

- text


મોરબી : મોરબીમાં યુવાનો પુસ્તક વાંચવા માટે પ્રેરાઈ તે માટે કેટલાક યુવાનોએ છેલ્લા ઘણા સમયથી પુસ્તક પરબ શરૂ કર્યું છે અને આ પુસ્તક પરબ મોરબીના શનાળા રોડ પર આવેલા સરદારબાગમાં ખુલ્લા આકાશ નીચે દર મહિનાના પહેલા રવિવારે ભરાઈ છે.આ પુસ્તક પરબમાં ગુજરાતી સાહિત્યના આશરે 3 હજાર જેટલા ઉત્કૃષ્ટ પુસ્તકોનો ખજાનો ઉપલબ્ધ છે.જેમાંથી ઘણા યુવાનો નિયમિતપણે પોતાના ઘરે વાંચવા લઈ જાય છે.ત્યારે મોરબીના સરદારબાગમાં આવતીકાલે રવિવારે સવારે 9 થી11-30 દરમ્યાન પુસ્તક પરબ ભરાશે.જેમાં કવિ જલરૂપ લિખિત આઇ લવ મી પુસ્તકનું વક્તા ઉષાબેન ભીમણી અને લેખક આર.જે.ધ્વનિત લિખિત મોર્નીગ મંત્ર નામના પુસ્તકનું વક્તા પિયુષ રૂપાલા રસપાન કરાવશે.ત્યારે આ પુસ્તક પરબનો લોકોને લાભ લેવા અનુરોધ કરાયો છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text