મોરબી : સરકારી હોસ્પિટલમાંથી પોલીસકર્મીના ચોરેલા બાઈક સાથે રીઢો બાઈક ચોર ઝડપાયો

- text


મોરબી : વાહન ચોરીના વધી રહેલા બનાવો રોકવા તેમજ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ખાસ ટિમો કાર્યરત છે ત્યારે મોરબી વાવડી રોડ પરથી પૂર્વ બાતમીને આધારે મોરબી સીટી એ.ડીવી.ની ટીમે એક રીઢા બાઈક ચોરને ચોરાઉ બાઈક સાથે ઝડપી પાડ્યો છે.

પો.કોન્સ. નિર્મલસિંહ જાડેજા તથા રણજીતસિંહ રોહડીયાને ચોક્કસ બાતમી મળી હતી કે એક ઈસમ શંકાસ્પદ સ્પ્લેનડર મોટરસાયકલ લઈને વાવડી ગામ તરફથી મોરબી બાજુ જઇ રહ્યો છે. વાવડી ચોકડીએ આ બાબતે વોચમાં રહેલા પોલીસ સ્ટાફે બાતમી વાળા મોટરસાયકલને અટકાવીને પોકેટ કોપ એપ્લિકેશન મારફતે સર્ચ કરતા બાઈક સવાર રોહિતગીરી ઉર્ફે રોયલો ભરતગીરી ગોસાઈ ઉં. વ.૨૪, મૂળ રહેવાસી નશીતપર, ટંકારા હાલ વાવડી રોડ, ભૂમિ ટાવરની સામે, મારુતિ નગર-૧, વાળો અગાઉ મોરબી સી.ટી એ.ડીવી.પો.સ્ટેમાં બાઈક ચોરીના ગુનામાં ઝડપાયેલો હોવાનું જણાયું હતું. તેના કબ્જામાં રહેલ સ્પ્લેન્ડર મોટરસાયકલના એન્જીન તેમજ ચેસીસ નંબરને એપ્લિકેશન મારફતે સર્ચ કરતા એ મોટરસાયકલ તા.૨૪ માર્ચ ૨૦૧૯ના રોજ મોરબીની સરકારી હોસ્પિટલમાંથી ચોરાયેલું GJ 3 AP 5143 નંબરનું બાઈક કે જે રાજકોટ જેલમાં ફરજ બજાવતા અને મોરબી ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પો.હેડ.કોન્સ.કિશોરભાઈ ગોવિંદભાઇ સનાવડાનું હોવાનું જણાતા આરોપીને કસ્ટડીમાં લીધો હતો. આરોપીની પૂછપરછ દરમ્યાન હજુ વધુ વાહન ચોરીમાં રોહિતગીરી સંડોવાયેલો છે કે કેમ તે બહાર આવશે.

- text

આ કામગીરીમાં પો.ઇન્સ. આર.જે.ચૌધરી, એ.એસ.આઈ. મણિલાલ ગામેતી તથા પો.હેડ.કોન્સ. કિશોરભાઈ મિયાત્રા, શક્તિસિંહ ઝાલા, શેખાભાઈ મોરી, પો.કોન્સ. નિર્મલસિંહ જાડેજા, રણજીતસિંહ ગઢવી, અજીતસિંહ પરમાર તથા ભરતભાઈ ખાંભરા સહિતનો એ.ડીવી.ના સ્ટાફે ફરજ બજાવી હતી.

- text