વાંકાનેરમાં ઝેરી જનાવર કરડી જતા બાળકીનું મોત

- text


વાંકાનેર : વાંકાનેરમાં ઘર પાસે રમતી બાળકીને ઝેરી જનાવર કરડી જતા તેણીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ મથકમાંથી મળતી વિગતો અનુસાર વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ સેન્સો સીરામીક કારખાનામાં રહીને મજુરીકામ કરતા લાલીયાભાઈ અતારસિંગ નામના શ્રમિકની 7 વર્ષીય પુત્રી સવુંબેન નામની બાળકી ગતતા. 24ના રોજ પોતાની ઓરડી પાસે રમતી હતી.ત્યારે તેણીને ઝેરી જનાવર કરડી જતા તાકીદે સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.જ્યાં આ બાળકીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે

- text