મોરબી માં રવિવારે કિડની, પથરી, ગોઠણ, અને થાપાના સાંધા માટે નિઃશુલ્ક ઓપરેશન કેમ્પ

- text


માં યોજના અને અમૃતમ્ કાર્ડ ધારકો વિનામૂલ્યે લાભ લઇ શકાશે

મોરબી : “મુખ્યમંત્રી અમૃતમ” યોજના તથા “માં” કાર્ડધારકો માટે તારીખ ૨૪ માર્ચ ૨૦૧૯ને રવિવારના રોજ સવારે ૧૦ થી ૨ વાગ્યા સુધી જુના બસ્ટેન્ડ પાસે આવેલી આયુષ હોસ્પિટલમાં નિઃશુલ્ક ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં કિડની,પથરી તેમજ પ્રોસ્ટેટના ઓપરેશનો યુરોલોજિ વિભાગના ડૉ. ગિરિરાજસિંહ વાળા દ્વારા કરવામાં આવનાર છે. જ્યારે ગોંઠણ તેમજ થાપાના સાંધા બદલવાના ઓપરેશન જોઈન્ટ રિપ્લેસમેન્ટ વિભાગના ડૉ. રાજદીપસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવનાર છે.

આ કેમ્પ માત્ર ઉપરોક્ત ઓપરેશન કરાવવાની જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે જ ખાસ આયોજિત કરવામાં આવ્યો છે. આથી દર્દીઓએ પોતાની જૂની ફાઈલો, અગાઉના રિપોર્ટ્સ, એક્સરે જેવા કાગળો સાથે લઈ જવા ફરજીયાત છે.

- text

યોજના અંતર્ગત ઓપરેશન કરાવનાર દર્દીઓને તમામ પ્રકારની તબીબી સારવાર , દવા તેમજ જરૂરી રીપોર્ટ બિલકુલ નિઃશુલ્ક છે. આ કેમ્પનો લાભ લેવા તેમજ વધુ જાણકારી માટે મો.નં. ૯૨૨૮૧ ૦૮૧૦૮ ઉપર નામ નોંધાવવું જરૂરી છે.

- text