મોરબીમાં પુસ્તક પરબને બે વર્ષ પૂર્ણ થતાં સફરનામુ કાર્યક્રમ યોજાયો

- text


યુવા કવિના કાવ્યસંગ્રહ આઈ લવ મીનું વિમોચન કરાયુ

મોરબી : મોરબીમા પુસ્તક પરબને બે વર્ષ પૂર્ણ થતાં આજે ટાઉન હોલ ખાતે સફરનામું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શહેરના યુવા કવીએ તૈયાર કરેલા કાવ્ય સંગ્રહ આઈ લવ મીની વિમોચન વિધી રાખવામાં આવી હતી. જેમાં સાહિત્યપ્રેમીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતભરમાં યુવા કવિ તરીકે નામના ધરાવતા મોરબીના રૂપેશ પરમાર (કવિ જલરૂપ) તથા તેના બે મિત્રોએ બે વર્ષો પહેલા શહેરમાં પુસ્તક પરબ શરૂ કરવાનો નીર્ધાર કર્યો હતો. આજે બે વર્ષોના અંતે ૧૦૦ થી ૧૫૦ પુસ્તકોથી શરૂ થયેલ પુસ્તક પરબ ૨૫૦૦ થી વધુ પુસ્તકોનો સંગ્રહાલય બની ગયેલ છે. દર માસના પ્રથમ રવિવારે અહીના શનાળા રોડ સરદારબાગ ખાતે યોજાતા પુસ્તક પરબનો વૃધ્ધો તો ઠીક યુવાનો અને બાળકો પણ લાભ લે છે.

પુસ્તકોનો પરીચય તેના લેખકોના પરીચય તેમજ શહેરના ઉભરતા કલાકારોને પ્લેટફોર્મ આપવાનું કામ પુસ્તક પરબની ટીમે કર્યું છે. દાતાઓના સહયોગથી આજે મોરબી પુસ્તક પરબ ધમધમી રહ્યું છે. પુસ્તક પરબને બે વર્ષ પૂર્ણ થતા સફરનામુ નામના કાર્યક્રમનું ટાઉનહોલમાં આયોજન કરીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ તકે જાણીતા લેખક અને પત્રકાર આશુ પટેલ સહિતના હાજર રહ્યા હતા. તે વેળાએ કવિજલરૂપના પ્રથમ કાવ્યસંગ્રહ ‘આઈ લવ મી’ નામના પુસ્તકનું વિમોચન કરાયુ હતુ.

- text

કવિજલ રૂપના માતાપિતાને પણ આમંત્રિત કરી પુસ્તક વિમોચનના સહભાગી બનાવાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા પુસ્તક પરબની ટીમ તેમજ અન્ય સહયોગી સંસ્થાઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન નિરવ માનસેતાએ કર્યું હતું. તેમજ અહીના મનન બુદધદેવ તથા રોહન રાંકજાએ લેખક તેમજ પત્રકાર આશુ પટેલ સાથે સંવાદ કર્યો હતો. પુસ્તક પરબની ટીમના જૉદન દવે, નિશિત સોની, કાંતિલાલ માનસેતા, નિનાદ ગઢવી, પારસ પટેલ, અનિલ બદ્રકિયા, મિતુલ વડસોલા, કેતન માકાસણા, હાર્દિક કાથરાણી અને સુરેશ ચાવડાએ આમંત્રિતો અને બહોળી સંખ્યામાં આવેલા પુસ્તકસાહિત્ય પ્રેમીઓનો આભાર વ્યકત કર્યો હતો.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text