મોરબી : આરોગ્યકર્મીઓની હડતાલ સમેટાઇ

- text


પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની નાયબ મુખ્યમંત્રીની ખાત્રીથી સંગઠને આંદોલનને પરત ખેંચ્યું

મોરબી : મોરબી સહિત રાજ્યભરના પંચાયત સેવાના આરોગ્યકર્મીઓ હડતાલ પર ઉતર્યા હતા. આજ રોજ સંગઠનના હોદ્દેદારો સાથેની બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની ખાત્રી આપતા હડતાલ સમેટી લેવાનો સંગઠન દ્વારા નિર્ણય લેવામા આવ્યો છે.

મોરબી સહિત રાજ્યભરમા પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓએ ૧૩ પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની માંગ સાથે ગત તા. ૧૭ થી હડતાલ શરૂ કરી હતી. આ હડતાલને પગલે મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની આયોગ્યલક્ષી કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. જો કે આજ રોજ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના હોદ્દેદારો સાથે નાયબ મુખ્યમંત્રીએ બેઠક યોજી હતી.

- text

આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ આરોગ્ય કર્મચારીઓના ૧૩ પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની ખાત્રી આપતા મહાસંઘે હડતાલ સમેટી લેવાનો નિર્ણય લઈને આવતીકાલથી તમામ કર્મચારીઓને ફરજ પર હાજર થઈ જવાની સૂચના આપી છે.

- text