મોરબી : ઓમ શાંતિ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ દ્વારા વિશ્વ માતૃભાષા દિન ઉજવાયો

- text


વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે રોડ શોનું આયોજન થયું

મોરબી : વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે મોરબીની ઓમ શાંતિ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ તેમજ માસૂમ વિદ્યાલય દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ દિવસ અંતર્ગત માતૃભાષાનું મહત્વ, સ્વચ્છતા અભિયાન જેવા વિષયો વિશે પોસ્ટર બેનર દ્વારા જાણકારી આપી તે અંગે એવરનેસ લાવવાનો ઉત્કૃષ્ટ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા ભારતીય જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

આ પ્રસંગે શાળાના મેનેજીંગ ટ્રસ્ટી સુમંતભાઈ પટેલે ખાસ ઉપસ્થિત રહી બન્ને શાળાના પ્રિન્સિપાલો, તમામ શિક્ષકગણ તેમજ સ્ટાફ સહિત વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. આ રોડ શોને સફળ બનાવવા ઓમ શાંતિ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના પ્રિન્સિપાલ સના કાઝી તેમજ માસૂમ વિદ્યાલયના આચાર્ય અંકિતભાઈ પટેલે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ તમામ શિક્ષકો તેમજ સ્ટાફે રોડ શોની સફળતા માટે જહેમત ઉઠાવી હતી.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text