મોરબી : દલિત સમાજના પડતર પ્રશ્ને ઉગ્ર રજુઆત

- text


કલેકટરે રજુઆત સાંભળીને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી

મોરબી : મોરબીના અનુસૂચિત જાતિના સાથણીની જમીન , સ્મશાનની જગ્યા ફાળવવા સહિતના પડતર પ્રશ્ને દલિત સમાજના આગેવાનોએ આજે કલેકટર કચેરીએ ઉગ્ર રજુઆત કરી હતી. બાદમાં કલેકટરે આ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.

મોરબીના દલિત સમાજના આગેવાન રાજેશભાઇ ચૌહાણના જણાવ્યા અનુસાર માળીયા વનાળિયામાં રોડ રસ્તા, જિલ્લામાં સાથણીની જમીનો ફાળવવા તથા સ્મશાનની જગ્યા ફાળવવા સહિતના અનુસુચિત જાતિના પડતર પ્રશ્નો મામલે છેલ્લા ત્રણ વર્ષથી કોઈ ધ્યાન ન અપાતું હોવાથી તેમના સહિત અન્ય આગેવાનો આ પ્રશ્નોની રજુઆત કરવા મોરબીની કલેકટર કચેરીએ દોડી ગયા હતા.તે વખતે કલેકટર સંકલન સમિતિની બેઠકમાં હોવાથી રજુઆત કરવા ન જવા દેતા થોડીવાર રકઝક થયા બાદ સમાજના આગેવાનો સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર દેખાવો કર્યા હતા.બાદમાં કલેકટરે તેમની રજુઆત સાંભળી આ પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ કરવાની ખાતરી આપી હતી.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text