મોરબીની કેપ એકેડમીની ટીમે નેશનલ લેવલની ટી ૨૦ લીગમા મેદાન માર્યું

- text


મોરબીના ચાર યુવા ખેલાડીઓની આઇસીએની આંતરરાષ્ટ્રીય મેચ રમવા માટે પસંદગી

મોરબી : ચોથી નેશનલ આઇસીએ ટી ૨૦ ક્રિકેટ ચેમ્પિયનશીપમાં મોરબીની એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા સંચાલિત કેપ એકેડમીની ટિમ ફાઇનલ મેચમાં વિજેતા બની છે. સાથે આ ટીમના ચાર ખેલાડીઓની ઇન્ટરનેશનલ મેચમાં રમવા માટે પસંદગી પણ કરવામાં આવી છે.

એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા જૂન ૨૦૧૮થી કેપ એકેડમી નામની ક્રિકેટ કોચિંગ માટેની સંસ્થા શરૂ કરવામાં આવી હતી. ખૂબ જ ટૂંકા ગાળામાં ક્રિકેટનું પ્રશિક્ષણ મેળવીને કેપની ટીમે નેશનલ લેવલની આઇસીએ ટી ૨૦ ક્રિકેટ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો. આ ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટમાં મોરબીની ટીમને ફાળે કુલ ચાર લીગ મેચ રમવાના આવ્યા હતા. ચાર મેચમાંથી ૨ મેચમાં જીત તથા એક મેચ ટાઇ થતા મોરબીની કેપ ટિમ ફાઇનલમાં પહોંચી હતી. જ્યાં વિરુદ્ધ ટીમે પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૧૨૧ રન બનાવીને કેપની ટીમને ૧૨૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે ટાર્ગેટ ૧૭ ઓવરમાં માત્ર ૨ વિકેટ ગુમાવીને મોરબી કેપની ટીમે પૂરો કરતા તેનો ભવ્ય વિજય થયો હતો.

શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મોરબી કેપ ટીમના ૪ ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય મેચ રમવા માટે પસંદગી પામ્યા છે. જેમાં ટીમના કેપ્ટન યશ દેસાઈ, અંકિત મારવાણિયા, ઉત્તમ કાગથરા અને દર્શન જીવાણીનો સમાવેશ થાય છે. તેઓ હવે પછી રમાનારી આઈ સી એ ઇન્ટરનેશનલ ટી ૨૦માં ભારતની ટીમનો હિસ્સો બનશે. આ ટુર્નામેન્ટમાં દુબઇ, શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશ જેવા દેશોની ટિમો ભાગ લઈ રહી છે.

- text

આંતરરાષ્ટ્રીય ટીમમાં મોરબી કેપ એકેડમીની ટીમના ચાર યુવા ખેલાડીઓની પસંદગી થતા ઠેર ઠેરથી તેમના ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે. સંસ્થાના પ્રમુખ કલોલા સાહેબે તેમજ પ્રિન્સિપાલ ભાવેશભાઈ ચાડમિયાએ ખેલાડીઓ તેમજ કોચને અભિનંદન પાઠવીને ભવિષ્યમાં પણ આવી જ રીતે સફળતાનાં શિખર સર કરતા રહે તેવી શુભેચ્છા પાઠવી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text