મોરબીના બે યુવકો દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સાહસિક બાઇક રાઈડ

- text


રેડ રાઈડર્સ ઇવેન્ટમાં મોરબીના ડો. પ્રવીણભાઈ બરાસરા અને જયેશભાઇ બરાસરાએ ઉત્સાહભેર ભાગ લઈને બાઇક ઉપર કુલ ૯૬૦ કિમીનો પ્રવાસ ખેડયો

મોરબી : મોરબીના બે યુવકોએ રેડ રાઈડર્સ ઇવેન્ટમાં જોડાઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સાહસિક બાઇક રાઈડ કરી હતી. આ બન્ને સાહસિક યુવકોએ બાઇક ઉપર કુલ ૯૬૦ કિમીનો પ્રવાસ ખેડયો હતો. રાઈડની ચેલેન્જ સફળતા પૂર્વક પૂર્ણ થતા બન્ને યુવકોને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.

રેડ એફએમ દ્વારા રેડ રાઈડર્સ સિઝન -૨ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટનું સંચાલન રેડ એફએમના આરજે હાર્દિક દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં બાઇક રાઈડર્સને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી બાઇક પર પ્રવાસ ખેડવાનો હતો. અને સાથે પરત પર બાઇક ઉપર જ આવવાનું હતું. આ ઇવેન્ટમાં ૨૨ થી લઈને ૪૭ વર્ષની વય ધરાવતા કુલ ૨૨ બાઇક રાઈડર્સએ ભાગ લીધો હતો.

મોરબીના ડો. પ્રવીણભાઈ બરાસરા અને જયેશભાઇ બરાસરાએ પણ આ સાહસભરી બાઇક રાઈડમા ઉત્સાહભેર ભાગ લીધો હતો. મોરબીના આ બન્ને યુવકોએ ઇવેન્ટમાં હોંશભેર ૯૬૦ કિમીનું અંતર બાઇક દ્વારા કાપ્યું હતું. બન્ને યુવકોએ આ રાઈડ વિશે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની આ રાઈડ ખરેખર અદભુત અને રોમાંચિત રહી હતી.

રાજકોટથી ૪૮૦ કિમીનું અંતર કાપીને ૨૨ બાઇક રાઈડર્સનો કાફલો સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચ્યો હતો. જ્યા રેડ એફએમ દ્વારા બાઇક રાઈડર્સ માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. બાદમાં બાઇક રાઈડર્સ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને ત્યાંથી ૪૮૦ કિમીનું અંતર કાપીને રાજકોટ પરત ફર્યા હતા.

- text

- text