મોરબી : નવયુગ વિદ્યાલયમાં પુરસ્કાર સન્માન સમારોહ યોજાયો

- text


ઇનામ વિતરણ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

મોરબી : મોરબીના નવયુગ વિદ્યાલયમાં તારીખ 30 જાન્યુઆરીને બુધવારે ભવ્ય પુરસ્કાર સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

નવયુગ વિદ્યાલય સંગાથે પોતાની કારકિર્દીનું નિર્માણ કરનાર તથા શિક્ષણ તેમજ અન્ય ક્ષેત્રે સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું શિલ્ડ, ઇનામો, મેડલ્સ ઉપરાંત 580 જેટલી ગિફ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં મોરબી જિલ્લાના D.P.E.O. પારેખ, E.I. નિલેશભાઈ રાણિપા, પી. વી. રાઠોડ, સમાજ સુરક્ષા અધિકારી અનિલાબેન પીપળીયા, રાજ્ય વેરા અધિકારી પૂજાબેન વૈશ્નાણી, ડો. જયેશભાઇ પટેલ, ડો. લાખાણી, P.G.V.C.L. ડેપ્યુટી એન્જીનીઅર હુંબલ તથા પત્રકારો પણ હાજર રહ્યા હતા.

આ અતિથિઓના વરદ હસ્તે ધોરણ 10 માં A1 ગ્રેડ મેળવનાર 12 વિદ્યાર્થીઓ, સાયન્સના ટોપ 3 વિદ્યાર્થીઓ, કોમર્સનાટોપ 3 વિદ્યાર્થીઓ તેમજ રમત જગત તથા અન્ય ક્ષેત્રે તાલુકા તથા જિલ્લા કક્ષાએ નવયુગનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યુ હતું. ઇનામ વિતરણ સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે કૉમેડી નાટક, દેશભક્તિ ગીત, ગુજરાતી ફોક ડાન્સ, બોલિવૂડ ડાન્સ વગેરેએ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓનું મનોરંજન પણ કરવામાં આવ્યું હતું. બા પ્રસંગે બહોળી સંખ્યામાં વાલીઓ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ નવયુગ વિદ્યાલયના સમગ્ર સ્ટાફગણે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text