મોરબીના બેઠાપુલ પાસે અકસ્માતો ટાળવા સર્કલ બનાવવું જરૂરી

- text


મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખની ઉચકક્ષાએ રજુઆત

મોરબી : મોરબીના બન્ને પુલ નીચે બનાવવામાં આવેલો બેઠપુલથી ટ્રાફિકને મહત્તમ ફાયદો થયો છે.પરંતુ આડેધડ વાહન ચાલતા હોવાથી કોઈ ગંભીર અકસ્માત થાય તે પહેલાં બેઠાપુલ પાસે ટ્રાફિકની ક્રોસિંગની જગ્યાએ સર્કલ બનાવવાની માંગ સાથે જિલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખે ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે.

મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ રજુઆતમાં જણાવ્યું હતું કે, મોરબીના બન્ને પુલ નીચે બેઠો પુલ બનાવવામાં આવ્યો છે.તેનાથી નટરાજ ફાટક અને બન્ને પુલ પર ટ્રાફિક સમસ્યામાં ઘણી રાહત થઈ છે.પરંતુ બે નાલા છે.તેમાં આડેધડ વાહન ચલાવવામાં આવે છે.વાહન ચાલકોની સલામતી માટે આ બન્ને નાલા માટે એન્ટ્રી અને એક્ઝિટ લખવું જોઈએ જેથી વાહન વ્યવસ્થિત ચાલી શકે.વળી ઉપલા કાંઠે અનેક ફેકટરીઓ આવેલી છે.જ્યારે ટ્રેન પસાર થાય ત્યારે ફાટક બંધ થવાથી મોટાભાગનો ટ્રાફિક બન્ને નાણાં પરથી બેઠપુલ પરથી ડાયવર્ટ થાય છે. તેથી સામસામા વાહનોના આક્રમણથી અકસ્માતો બનવાની સંભાવના વધી જતી હોવાથી ટ્રાફિકનું ભરણ ઘટાડવા અને અકસ્માતો ટાળવા ત્યાં સર્કલ બનાવીને ટ્રાફિક નિયત્રણ માટે પોલીસ કર્મીને મુકવાની માંગ કરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text