વાંકાનેર : યુવતી આત્મહત્યા કેસમાં આરોપીની ધરપકડ

- text


વાંકાનેર સિંધાવદર રોડ પર આવેલ દૂધની ડેરીની સામેની હોટલ જેવી રૂમમાંથી રીંકલ દિનેશભાઇ સોલંકી ઉંમર વર્ષ ૨૦ ની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવેલ હતી

મૃતક યુવતીના પિતા ડાયાભાઈ પ્રેમજીભાઈ સોલંકી રહે મિલ પ્લોટ વાંકાનેર વાળાએ વાંકાનેર સીટી પોલીસ ખાતે આ બાબતે ફરિયાદ આપેલ કે આ કામનો આરોપી સમીર તારમામદ બ્લોચ રહે અમરસર તા. વાંકાનેર વાળાએ ફરિયાદીની દીકરી રીંકલબેનને પોતે ખોટી ઓળખ આપી પ્રેમ સંબંધ બાંધેલ અને આ કામના મરણ જનાર રીંકલબેનને આરોપી સાચી ઓળખની જાણ થઈ જતાં તેઓએ આરોપી સાથેના સંબંધ કાપી નાંખતા આરોપીએ ફરિયાદીની દીકરીને અવારનવાર પોતાની સાથે સંબંધ રાખવા જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ફરિયાદીની દીકરીને મરવા મજબૂર કરતાં ફરિયાદીની દીકરી રીંકલબેન ગળેફાંસો ખાઇ મરણ જતાં ગુનો કર્યા અંગે ફરિયાદ આપતાં વાકાનેર સીટી પોલીસે આરોપી વિરુદ્ધ આઈ પી સી કલમ ૩૦૬, ૪૧૯, ૫૦૬(૨) એસ્ટ્રોસિટી એક્ટ કલમ ૩ (૧) (૮) તથા ૩ (૨) (૫) તથા ૩ (૨) (૫) મુજબ ગુનો નોંધેલ.

- text

જે ગુનાની તપાસ મોરબી જિલ્લા એસસીએસટી સેલના ડીવાયએસપી આર.કે.પટેલ તેમજ યુવરાજસિંહ અને મનસુખભાઈ દ્વારા ચલાવવામાં આવેલ. જેમાં આરોપી સમીર તારમામદ બ્લોચની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરેલ છે. રિમાન્ડ મેળવ્યા બાદ એ બાબતનો ખુલાસો થશે કે યુવતી આરોપીના કબજા વાળી જગ્યાએ કઈ રીતે પહોંચી અને યુવતીએ આત્મહત્યા શા માટે કરી ?

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text