મોરબીના મુનનગરમાં ટ્રકે એક્ટિવાને હડફેટ લેતા બાળકનું મોત

- text


મોરબી : મોરબીમાં ભારે વાહનોને પ્રવેશબંધી હોવા છતાં આજે સવારના પહોરમાં મૂન નગર વિસ્તારમાં માટી ભરેલા કાળમુખા ટ્રકે એક્ટિવાને હડફેટ લેતા એક બાળકનું મોત નીપજ્યું હતું.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મુન નગર ચોકમાં આજે વહેલી સવારે માટી ભરેલા ટ્રક ચાલકે એક્ટિવાને હડફેટ લેતા એક્ટિવા ચલાવી રહેલા પરપ્રાંતીય બાળકની મોત નીપજ્યું હતું.

- text

મુન નગર ચોકમાં અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી જતા પોલીસે ટ્રકના નંબરને આધારે ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે, વધુમાં મૃતક બાળક ચિત્રકૂટ સોસાયટીમાં આવેલ એન્ટિક ગ્લાસમાં કામ કરતો હોવાનું બહાર આવ્યું છે.

- text