અરરર !!! મોરબીમાં ટાઈઢ ઉડાડવા બબ્બે પેગ માઈરા અને ઝલાઈ ગ્યા !

- text


મોરબી : શિયાળાએ બરાબરનો રંગ જમાવ્યો છે ત્યારે ગઈકાલે ટાઢોળામાં બબ્બે પેગ મારી ટાઈઢ ઉડાડવા મજો મજો કરનાર આઠ શોખીનોને મોરબી શહેર અને જિલ્લા પોલીસ દ્વારા ઝડપી લઈ ટાઢ ઉડાડી દીધી હતી.

- text

મોરબી શહેર જિલ્લામાં ગઈકાલે પ્રોહિબિશન ડ્રાઇવ દરમિયાન પોલીસે ડમ-ડમ હાલતમાં લથડિયાં ખાતા નીકળી પડેલા (1) જગદીશભાઇ રાઘવજીભાઇ ઓડીયા, ઉવ.૪૫ રહે.રવાપર ગામ જયોતીપાર્ક સોસાયટી તા.જી.મોરબી, (2) ચંદ્રેશભાઇ મગનભાઇ સુરાણી, ઉવ.૩૬ રહે.લીલાપર રોડ ગજાનંદ એપાર્ટમેન્ટ બ્લોક નં.૧૦૧, તા.જી.મોરબી, (3) હર્ષભાઇ રાજેશભાઇ ચૌહાણ, ઉ.વ ૨૪ રહે-મોરબી શનાળા રોડ નવા હાઉસીંગ બોર્ડ પાછળ વિજયનગર સોસાયટી કાનાભાઇ દરજીના ભાડાના મકાનમાં (4) ભાવિનભાઇ નરેન્દ્રભાઇ કારીયા, ઉવ.૨૬ રહે.મોરબી મહેશ હોટલ સામે કાયાજી પ્લોટ શેરી નં.૦૮ (5) કાલીચરણ મહેન્દ્રસિંહ માહોર ઉ.વ- ૨૪ ધંધો- મજુરી રહે- હાલ હરીપર ગામ છગન પટેલ ના મકાનમા તા- ટંકારા, જી-મોરબી મુળ રહે. નવીન વસ્તી તુસ્સીપુરા મોરેના તા.જી.મોરેના (મઘ્યેપ્રદેશ) (6) લાલજીભાઇ ભુરેભાઇ માહોર ઉ.વ- ૩૮ ધંધો- મજુરી રહે- હાલ ટંકારા લતીપર ચોકડી પાસે રફીકભાઇ ના ભંગારના ડેલા પાસે તા.ટંકારા જી-મોરબી મુળ રહે.રામચંદ્રકપુરા તા.જી.મોરેના (મઘ્યેપ્રદેશ) (7) કરશનભાઇ છનાભાઇ સાગઠીયા, ઉ.વ ૫૭ ધંધો મજુરી રે.આંબેડકરનગર શેરી નં.૩ વાંકાનેર અને (8) કિશોરભાઇ વાલજીભાઇ સાણંદીયા, ઉવ.૪૫ રહે.રવાપર ગામ હનુમાનજીના મંદિરની બાજુમાં,તા.જી.મોરબી વાળાઓને જાહેરમાં લથડિયાં ખાતા, બકવાસ કરતા અને છાકટા બની સીન નાખતા ઝડપી લઈ સીન વીખી નાખ્યા હતા.

- text