મોરબીમાં ઢીંગલી સહીત 15 પીધેલા ઝડપાયા

- text


મંગળ અને બુધવાર દરમિયાન પોલીસે નાગિનડાન્સ કરતા કુલ 15 પ્યાસીઓ ઝડપ્યા

મોરબી : દેશી વિદેશી દારૂ પી જાહેરમા બકવાસ કરી છાકટા બનતા તત્વો અને પીધેલી હાલતમાં વાહન લઈ નીકળી જતા પ્યાસીઓ વિરુદ્ધ મોરબી પોલીસે યથાવત જારી રાખેલ ઝુંબેશમાં બે દિવસમાં 15 પ્યાસી ઝડપાઇ ગયા છે જેમાં ગઈકાલે ઇકો ચાલક અને ઢીંગલી નામના શખ્સ પણ પોલીસની ઝપટે ચડ્યા હતા.

પોલીસની પ્રોહિબિશન ઝુંબેશમાં (1) જેશીંગભાઇ ભારમલભાઇ ખાંભરા, ઉવ-૫૦ રહે.બહાદુરગઢ તા-જી-મોરબી, પાસ પરમીટ વગર કૈફી પ્રવાહીપીધેલી હાલતમા પોતાના હવાલાવાળી મારૂતી કંપની ની ઈકો ફોરવ્હીલ કાર જેના નંબર જી.જે.-૩૬-એફ.-૯૧૦૫ કિ.રૂ.૧,૦૦,૦૦૦ વાળી જાહેર રોડ ઉપર સર્પા આકારે ચલાવી નીકળતા પકડી લેવાયા હતા એ જ રીતે (2) હુસેન ઉર્ફે ઢીંગલી યુસુફભાઇ બેલીમ, ઉ-૨૦ રે-મોરબી સીપાઇ વાસ માતમ ચોક (3) ધારાભાઇ અણદાભાઇ બાંભવા, ઉ વ ૪૫ ધંધો પશુપાલન રહે અન્નક્ષેત્રની સામે હળવદ (4) રાજેશભાઇ અનિલભાઇ ભોજવિયા, ઉવ-૩૨ રહે મહૈન્દનગર સીતળામા વિસ્તાર મોરબી -૨ (5) ખેંગારભાઇ ટપુભાઇ બગથરીયા, ઉવ-૫૦ રહે.સોખડાગામ તા-જી-મોરબી (6) સાદીકભાઇ ફિરોજભાઇ જીવાણી, ઉ.વ. ૩૨ ધંધો-મજુરી રહે- માળીયા મી કન્યાશાળા પાસે તા-માળીયા, (7) નુરમહમદ અલ્લારખા મોવર, ઉવ-૪૮ ધંધો-મજૂરી રહે-વાડા વિસ્તાર રેલ્વે ફાટક માળીયા.મી અને (8) ઝાખરા નુરમહમદ ભટ્ટી જાતે-મિયાણા ઉવ-૪૫ ધધો- મજૂરી રહે-વાડા વિસ્તાર રેલ્વે ફાટક માળીયા.મીવાળા પોલીસની ઝપટે ચડ્યા હતા.

- text

આ ઉપરાંત તા.27ને મંગળવારના રોજ (1) ચીરાગભાઇ રોહીતભાઇ દેવાતકા,.૨૯ ધંધો ડ્રાઇવીગ રહે રાજપર ગામ રામાપીર ના મંદીરની સામે મકાન નંબર-૩, શનાળાગામ ભગડામામા ના મંદીર પાસે રોડ ઉપર કેફીપીણુ પીધેલ હાલતમાં પોતાના હવાલા વાળુ એકટી મો.સા.રજી. નંબર જી.જે. ૩૬ ઇ ૮૭૨૪ કિ.રૂ.૨૫,૦૦૦ વાળુ જાહેર રોડ ઉપર સર્પાકારે પોતાની અને બીજાની જીંદગી જોખમાય તે રીતે ચલાવી નીકળતા મળી આવતા પોલીસે પકડી લઈ (2) નઝીરભાઇ મહમદભાઇ દલવાણી, ઉ.વ.૩૮ રહે.મોરબી ભવાનીસોડાવાળી શેરી કાલીકા પ્લોટવાળા પાસ પરમીટ કે આધાર વગર તેમજડ્રાયવીગ લાયસન્સ વગર કેફીપીણુ પીધેલ હાલતમાં પોતાના હવાલા વાળુ સ્લેન્ડર પ્લસ મો.સા. રજી. નંબર જી.જે.-૩-બી.આર.૭૨૮૯ કિ.રૂ.૧૫,૦૦૦વાળુ જાહેર રોડ ઉપર સર્પાકારે પોતાની અને બીજાની જીંદગી જોખમાય તે રીતે ચલાવી નીકળતા મળી આવ્યા હતા (3)યોગેન્દ્રભાઇ સુમેરદાન દેથા ઉ.વ. ૨૭ ધંધો- વેપાર મોબાઇલની દુકાન રહે. સામાકાંઠે ગુ.હા.બોર્ડ જૈનીશ ગારમેન્ટની પાછળ મોરબી પાસ પરમીટ કે આધાર વગર કેફીપીણુ પીધેલ હાલતમાં પોતાના હવાલા વાળુ હોન્ડા કંપનીનુ સાઇન મો.સા જેના રજી.નં. જી.જે. ૦૯ સી.એફ. ૮૫૫૪ વાળુ હોયજેની કિ. રૂ.૧૫,૦૦૦/-વાળુ જાહેર રોડ ઉપર સર્પાકારે પોતાની અને બીજાની જીંદગી જોખમાય તે રીતે ડ્રાઇવિંગ લાયસન્સ વગરચલાવી નીકળતા મળી આવ્યા હતા.જયારે (4) મોતીભાઇ ભારૂભાઇ ખાટડીયા, ઉ.વ. ૨૯ ધંધો ડ્રાઇવીંગ રહે સજનપર તા. ટંકારા જી. મોરબી વાળાને પોતાના હવાલા વાળુ છોટા હાથી પીકઅપ રજી. નં. GJ 03 AX 8857 કિંમત રૂ.૫૦૦૦૦ વાળુ જાહેર રોડ ઉપર કેફી પ્રવાહી પીણું પીધેલ હાલતમાં સર્પાકારે આડાઅવળુ ચલાવી નીકળતા પોલીસ કસ્ટડી જોવી પડી હતી (5) રાજેશભાઇ જીલુભાઇ સવસેટા ઉ.વ.૩૪ રહે.જાજાસર તા.માળીયા(મિ) (6) કાનાભાઇ મોમૈયાભાઇ ગોગરા જાતે.બોરીચા ઉ.વ.૩૧ રહે.જાજાસર તા.માળીયા(મિ) અને (7) મુકેશભાઈ બાબુભાઈ દેગામા ઉ.વ-૩૫ ધંધો-મજુરી રહે-ખાખરેચી તા.માળીયા મિ.પાસ પરમીટ કે આધાર વગર કેફી પ્રવાહી પીધેલ હાલતમા જાહેરમા બકવાસ કરતો લથડીયા ખાતો મળી આવતા પોલીસે તમામ આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text