મોરબીમાં રવિવારી બજારમાં આટો મારવા ગયાને હોન્ડા છુમંતર

- text


મોરબી : મોરબીના સામાકાંઠે સો ઓરડી પાછળ આવેલા વરિયાનગરમાં રહેતા ભુપતભાઇ શામજીભાઈ ઝાલણીયા આજે પોતાના જી.જે 3 એફ આર 1852 નંબરનું સ્પેન્ડર પલ્સ મોટરસાયકલ લઈને મોરબીના પાડાપુલ નીચે ભરાતી રવિવારી બજારમાં ગયા હતા.અને તેમણે પોતાના બાઇકને પુલ નીચે નાળા પાસે પાર્ક કરીને રવિવારી બજારમાં ખરીદી માટે ગયા હતા. થોડી વારમાં પરત આવ્યા ત્યારે ત્યાં બાઈક ન જોવા મળતા તેમણે શોધખોળ કરી હતી પરંતુ બાઈકનો પતો ન લાગતા અંતે તેમણે પોતાના બાઇકની ચોરી થયાની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

- text

- text