વાંકાનેર પ્રાંત અધિકારીની જગ્યાએ નવી નિમણુંક : મોરબી ડે.કલેકટરની જગ્યા પણ ભરાઈ

- text


રાજ્યના ૨૮ મામલતદારોને ડેપ્યુટી કલેકટરના પ્રમોશન

વાંકાનેર : આજે મોડીસાંજે રાજ્ય સરકાર દ્વારા ૨૮ મામલતદારોને ડેપ્યુટી કલેકટર તરીકેના પ્રમોશન આપી બદલીના હુકમ કરવામાં આવ્યો છે જે અન્વયે વાંકાનેર પ્રાંત અધિકારીની જગ્યાએ નવી નિમણુંક સાથે મોરબી કલેકટર કચેરીમાં ડે.કલેકટર – ૨ ની પોસ્ટ પણ ભરવામાં આવી છે.

રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બઢતી બદલીના હુકમ કરવામાં આવ્યા છે જે અન્વયે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા મામલતદાર એન.એફ.વસાવાને પ્રાંત ઓફિસર વાંકાનેર તરીકે બઢતી આપવામાં આવી છે.

- text

આ ઉપરાંત વડોદરા જિલ્લાના સીનોર તાલુકા મામલતદાર એચ.જી.પટેલને મોરબી જિલ્લા કલેકટર કચેરીમાં ડેપ્યુટી કલેકટર-૨ ની જગ્યા ઉપર બઢતી સાથે બદલી કરવામાં આવી છે.

- text