તળાવ કૌભાંડનો પ્રશ્ન વિધાનસભામાં નહિ ઉખેડવા ધારાસભ્ય સાથે રૂ.૩૫ લાખમાં ડીલ : જિલ્લા પોલીસવડા

- text


વિધાનસભામાં હળવદ તળાવ કૌભાંડ નહિ ઉખેડવા માટે વચેટિયા મારફતે ૧૦ લાખ એડવાન્સ મેળવ્યાનો પોલીસનો ખુલાસો

મોરબી : મોરબી જિલ્લાના ચકચારી નાની સિંચાઈ યોજના હેઠળના તળાવ કૌભાંડમાં હળવદના ધારાસભ્ય પરસોતમભાઈ સબરીયાને આ મુદ્દો વિધાનસભામાં નહિ ઉઠાવવા કૌભાંડિયાઓ સાથે ૩૫ લાખ રૂપિયામાં ડીલ ફાઇનલ થઈ હતી અને તે પેટે વકીલ ભરત ગણેશિયા મારફતે ૧૦ લાખ ચુકવવામાં આવ્યા હોવાનો ખુલાસો આજે મોરબી જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાએ પત્રકાર પરિષદમાં કર્યો હતો.

મોરબી જિલ્લામાં આચરવામાં આવેલા તળાવ કૌભાંડ મામલે ગઈકાલે મોડીરાત્રે એલસીબી દ્વારા હળવદના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા અને વકીલ ભરતભાઇ ગણેશિયાની અટકાયત કરી આજે સવારથી પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી હતી જેમાં મોરબી જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાએ સાંજે પત્રકાર પરિષદ યોજી ધારાસભ્ય અને વકીલની અટકાયત અંગે સતાવાર વિગતો આપી હતી.

- text

જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે તળાવ કૌભાંડમાં અગાઉ માજી ઈજનેર સહિત ચાર શખસોની અટકાયત કરી ઊંડાણ પૂર્વક તપાસ દરમિયાન પોલીસને પૂરતા પુરાવા મળ્યા હતા કે હળવદના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા વિધાનસભામાં તળાવ કૌભાંડનો પ્રશ્ન નહિ ઉખેડવા તેમના વચેટીયા એવા વકીલ ભરત ગણેશિયા મારફતે ૪૦ લાખની માંગણી કરાઈ હતી અને છેલ્લે ૩૫ લાખમાં ડીલ થઈ હતી જે પેટે ૧૦ લાખ રૂપિયા ધારાસભ્યને ચૂકવાયા હતા અને બાકીની રકમના ચેક સંડોવાયેલ મંડળીના હોદેદારો દ્વારા આપવામાં આવ્યા હતા.

આમ, મોરબી પોલીસે હાલમાં તળાવ કૌભાંડમાં પૂરતા પુરાવા મેળવી ધારાસભ્ય અને તેમના મિત્ર એવા વકીલની સતાવાર ધરપકડ કરતા ભારે ચકચાર જાગી છે.

- text