ટંકારામાં કારખાનેદારની દાદાગીરી સર્વિસ કરાવી વેપારીને પૈસા આપવાને બદલે સર્વિસ કરી નાખી

- text


જબલપુરના હાર્વી પ્લાસ્ટહુડ કારખાનાના માલિક વિરુદ્ધ ફરિયાદ

ટંકારા : ટંકારા તાલુકાના જબલપુર ગામે હાર્વી પ્લાસ્ટહુડ નામનું કારખાનું ધરાવતા બે ઈસમોએ કારખાનામાં સર્વિસ કરાવી મોરબીના વેપારીને પૈસા આપવાને બદલે માર મારી સર્વિસ કરી નાખતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રોહનભાઇ રમેશભાઇ ચાવડા, ઉ.વ.૨૬, રહે. મોરબી વાઘપરા શેરી નં.૧૧ જેલરોડ વાળાને હાર્વી પ્લાસ્ટહુડના સંચાલક (૧) અમૃતભાઇ તેજાભાઇ પટેલ તથા (૨) પંકજભાઇ વિનોદભાઇ કાસુન્દ્રાએ પૈસાની ઉઘરાણી મામલે માર માર્યો હતો.

- text

વધુમાં ફરીયાદીની ડીલરસીપ હોય પ્રવિણભાઇ અરવિદભાઇ ગોહીલ તથા વિપુલભાઇ ધીરુભાઇ મોરી એમ બન્ને જણાએ હાર્વી પ્લાસ્ટહુડ કંપનીમાં સર્વિસ કરવા ગયેલ હોય જેના બીલ પેટેના રૂપીયા- ૧૯૬૩૦ લેવાના બાકી હોય જે રૂપીયા લેવા હાર્વી પ્લાસ્ટહુડ કંપનીમાં ગયેલ હતા ત્યારે આ હાર્વી પ્લાસ્ટહુડના ભાગીદાર અમૃતભાઇ તેજાભાઇ પટેલ તથા પંકજભાઇ વિનોદભાઇ કાસુન્દ્રા(પટેલ)નાઓએ મળી ફરીયાદીને લેવાના બીલના રૂપીયા.૧૯૬૩૦ આપવાની ના પાડી જેમફાવે તેમ ભુડા બોલી ગાળો આપી ઢીકાપાટુનો મુઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ મામલે ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

 

- text