ખેડૂતોની રેલીનો પડઘો : કેનાલમાંથી દેડકા, મોટર દૂર કરવાનું શરુ

- text


ખેડૂતોના આંદોલનથી સફાળી જાગેલુ તંત્ર : ત્રણેય બ્રાન્ચ કેનાલમાં એસઆરપી – પોલીસ ઉતારાઈ : વીજ જોડાણ કટ્ટ કરવાં સુધીના પગલાં

મોરબી : માળીયા તાલુકાના ખાખરેચી ગામે આજે ખેડૂતો દ્વારા વિશાળ રેલી યોજી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવતા જ કલેકટર સહિતના અધિકારીઓ સફાળા જાગ્યા છે અને બ્રાન્ચ કેનાલમાં પાણી ચોરી ડામવા ઓપરેશન દેડકા, મોટર શરૂ કરી ગેરકાયદે પાણી લીફટિંગ બંધ કરાવવા એસઆરપી – પોલીસની ટીમો મેદાનમાં ઉતારી છે.

નર્મદા બ્રાન્ચ કેનાલમાં માળીયાના છેવાડાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન મળતા આજથી ખાખરેચી ગામના કેનાલ કાંઠે ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં વિશાળ રેલી યોજી સરકારના છાજીયા લઈ ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવતા અંતે રહી, રહીને સરકારી બાબુઓ જગ્યા છે અને અને કેનાલમાં થતી પાણી ચોરી ડામવા પગલાં ભરવા શરૂ કર્યા છે.

- text

મોરબી જિલ્લા કેલકટર માકડીયાના જણાવ્યા મુજબ વહેલામાં વહેલી તકે માળીયા બ્રાન્ચ કેનાલના ખેડૂતોને પાણી મળી રહે તે માટે એસઆરપી અને પોલીસની ત્રણ ટીમો બનાવવામાં આવો છે અને માળીયા, હળવદ અને મોરબી ત્રણેય બ્રાન્ચ કેનાલ વિસ્તારમાં સઘન ચેકીંગ કરી કેનાલમાં ઉતારવામાં આવેલ ગેરકાયદે દેડકા અને ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરી જરૂર પડ્યે ઇલેક્ટ્રિક કનેક્શન કાપવા સુધીના પગલાં ભરવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે માળીયા પંથકના ખેડૂતો દ્વારા કરાયેલી લેખિત રજુઆતમાં સિંચાઈ માટે પાણી ન મળવા પાછળ કેનાલમાં ગેરકાયદે પાણી ચોરી કરવા ઉતારવામાં આવેલા દેડકા મોટરને કારણભૂત ગણાવવામાં આવ્યા હતા, જો કે ખેડૂતોની અવાર – નવારની જાહેરાત છતાં તંત્રએ પગલાં લીધા ન હતા અને હવે આંદોલન શરૂ થતાં જ તંત્ર સફાળું જાગ્યું છે અને એકશન મોડમાં આવ્યુ છે.

- text