ખેલ મહાકુંભમાં ફૂટબોલમાં ડંકો વગાડતી વાંકાનેરની ટીમ

- text


વાંકાનેરની ODS કલબની ટીમ ૫-૦ થી ફાઇનલ જીતી જિલ્લા ચેમ્પિયન થઈ

વાંકાનેર : હાલમાં ખેલ મહાકુંભની વિવિધ રમતોમાં હરીફાઈઓ ચાલુ છે જેમાં ગઈકાલે મોરબી ખાતે ફૂટબોલમાં એબાવ ૧૯ વર્ષ કે એથી મોટી ઉંમરના ખેલાડીની કેટેગરીમાં હરિફાઈનું આયોજન થયું હતું. આ ફૂટબોલની ખેલ મહાકુંભની એબાવ કેટેગરીમાં સમગ્ર મોરબી જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ફાઇનલ સુધી પહોંચનારી બને  ટીમ વાંકાનેરની હતી આ બંને ટીમ વચ્ચે ગઈકાલે ફાઇનલ મેચ રમાડવામાં આવ્યો હતો, જેમાં એકસ ઇલેવેન વાંકાનેરને ODS કલબ વાંકાનેરની ટીમેં ૫-૦ થી સખત પરાજય આપીને મોરબી જિલ્લા ચેમ્પિયનશિપ મેળવી હતી.

- text

ખેલ મહાકુંભની ફૂટબોલ મેચમાં પ્રથમ એમ લાગતું હતું કે બંને ટીમ મજબૂત છે એટલે કાંટે કી ટક્કર થશે.પરંતુ ઓડીએસના ખેલાડીઓએ આક્રમક રમત રમી અને એક્સ ઇલેવનને  કારમો પરાજય આપ્યો હતો.ખેલ મહાકુંભ ૨૦૧૮ માં મોરબી જિલ્લા ચેમ્પિયન અને રનર્સઅપ એમ બન્ને સ્થાન વાંકાનેરે મેળવ્યા છે,

આથી એવું કહી શકાય કે મોરબી જીલ્લામાં ફૂટબોલની રમતમાં વાંકાનેરનો ડંકો વાગ્યો છે. અત્રે ઉલ્લેખનય છે કે ગત શાલ પણ ખેલ મહાકુંભમાં વાંકાનેરની ટીમ જ ચેમ્પિયન થઇ હતી.

- text