મોરબી નજીક સીરામીક ક્વાર્ટરમાં યુવતીએ જાત જલાવવાનો પ્રયાસ કર્યો : હાલત ગંભીર

- text


મોરબી : મોરબી નજીક જેતપર રોડ પર સીરામીક ક્વાર્ટરમાં રહેતી યુવતીએ જાત જલાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં આ યુવતી ગંભીર રીતે દાઝી ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી નજીક જેતપર રોડ પર આવેલ સનબ્રાઇટ સીરામીક ક્વાર્ટરમાં રહેતા કમલાજમુદાબેન સન્નીભાઈ બોદરા (ઉ.વ.૧૮)એ શરીરે કેરોસીન છાંટી લેતા અંદાજે ૭૦થી ૮૦ ટકા જેટલા દાઝી જવા પામ્યા હતા. જેથી તેઓને તુરંત જ મોરબીની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બાદમાં તેઓને વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ યુવતીએ ગુસ્સામાં આવી જઈને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ મામલે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text