મોરબીના રીલીફનગરમાં પોસ્ટ ઓફિસની ખુલ્લી જગ્યામાં જામ્યા ગંદકીના ગંજ

- text


સ્થાનિકો દ્વારા તંત્રને અનેક રજૂઆતો કરાઈ પરંતુ પરિણામ શૂન્ય

મોરબી : મોરબીના સામાકાંઠે રીલીફનગરમાં પોસ્ટ ઓફિસની ખુલ્લી જગ્યામાં ગંદકીના ગંજ જમ્યા હોવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા આ મામલે તાકીદે કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.

મોરબી શહેરમાં સામાકાંઠા આવેલા રિલીફ નગર વિસ્તારમાં પોસ્ટ ઓફિસની ખુલ્લી જગ્યાનો હાલ કચરા નાખવા માટે ઉપયોગ થઈ રહ્યો છે. જેના કારણે અહીંના સ્થાનિકોને ભારે મુશ્કેલી થઈ રહી છે. અહીં કચરાના ખડકલા થતા આસપાસના વિસ્તારોમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઇ રહી છે. અહીં જામેલા ગંદકીના ગંજે સ્થાનિકોના આરોગ્યને જોખમમાં મૂક્યું છે.

- text

આ મામલે સામાજીક કાર્યકર જયેશ કોઠારીએ તંત્રને અવાર નવાર કેટલી અરજીઓ કરી છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. ત્યારે તંત્ર આ બાબતે જાગૃત થઈને તાત્કાલિક પગલાં ભરે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે.

- text