હળવદ : મોરબીના પ્રૌઢ પર ત્રણ શખ્સોની ફડાકાવારી

- text


હળવદ : હળવદના સરંભડા ગામે જમીનના ડખામાં પ્રૌઢ પર ત્રણ શખ્સોએ ફડાકાવારી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. જેના પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબીના રવાપર રોડ પર એવન્યુ પાર્કમાં રહેતા કાંતિભાઈ ગોવિંદભાઇ ઉધરેજા ઉ.વ. ૫૭એ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ સરંભડા ગામે આવેલ તેઓની વાડીએ ગયા હતા. ત્યારે ચંદુભાઇ રાયસંગભાઈ કોળી, અમરશીભાઈ કોળી અને અનિલભાઈ ગઢવીએ જમીનના પ્રશ્ને ત્રણ ફડાકા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text