મોરબીમાં જન્માષ્ટમીની શોભયાત્રામાં જલારામ મંદિર દ્વારા ફરાળ પ્રસાદનું વિતરણ કરાશે

- text


મોરબી : મોરબીમાં જન્માષ્ટમીના પાવન પર્વે ભવ્ય શોભાયાત્રા નિકળનાર છે. આ શોભાયાત્રામાં જલારામ મંદિર દ્વારા સમસ્ત ભક્તજનો માટે ફરાળ પ્રસાદ વિતરણ કરવામા આવશે.

આગામી તા.૩ને સોમવારના રોજ જન્માષ્ટમીનો પાવન પર્વ હોય કૃષ્ણ જન્મોત્સવને વધાવવા માટે શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે પરંપરાગત રૂટ મુજબ શહેરના રાજમાર્ગો પર જન્માષ્ટમીની શોભાયાત્રા નિકળશે તેમજ વિવિધ સ્થળોએ મટકીફોડ દ્વારા કૃષ્ણ જન્મોત્સવને વધાવવામા આવશે. આ શોભાયાત્રા દરમિયાન શહેરના તમામ કૃષ્ણ ભક્તોને ફરાળ પ્રસાદ મળી રહે તે હેતુસર વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શહેરના જલારામ પ્રાર્થના મંદીર દ્વારા પ્રસાદ વિતરણ કરવામા આવશે. ગત વર્ષે પણ જલારામ પ્રાર્થના મંદીર દ્વારા મોરબી તેમજ વાંકાનેરની જન્માષ્ટમી શોભાયાત્રા દરમિયાન ફરાળ પ્રસાદ નુ વિતરણ કરાયું હતુ.

- text

આ ભગીરથ કાર્ય ને સફળ બનાવવા ગીરીશ ભાઈ ઘેલાણી, ચિરાગ રાચ્છ, વિપુલ પંડીત, હરીશ ભાઈ રાજા, જયેશ ભાઈ કંસારા, હસુ ભાઈ પુજારા, હીતેશ જાની, રાજુ ભાઈ ગણાત્રા, વિહીપ અધ્યક્ષ ચંદ્રવદન ભાઈ પુજારા, વિહીપ મંંત્રી નિર્મિત કક્કડ, પપ્પુભાઈ ચંડીભમ્મર, અનિલ ભાઈ સોમૈયા, જીતુ ભાઈ કોટક,દીનેશ સોલંકી, ફીરોઝ ભાઈ સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે.

 

- text