હળવદના રાયધ્રા ગામેથી ખૂનનો આરોપી ઝડપાયો

- text


હળવદ : હળવદના રાયધ્રા ગામે ખૂનના ગુન્હામાં સંડોવાયેલ આરોપી સંતાયેલો હોવાની ચોક્કસ બાતમીને આધારે પોલીસે છાપો મારી આરોપીને ઝડપી લીધો હતો.

મોરબી પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ હળવદ પોસ્ટે ફસ્ટ ગુ.ર.નં ૬૭/૨૦૧૮ ઇ.પી.કો કલમ ૩૦૨ તથા જી.પી. એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામે સત્વરે ધરપકડ કરવા સુચના તથા જરૂરી માર્ગદર્શન આપતા હળવદ પોલીસે રાયધ્રા ગામની સીમ વાડી વિસ્તારમાંથી આરોપી સંતાયેલ હોવાની ચોકક્સ બાતમી મળતા આરોપી વિનોદભાઇ હિરાભાઇ રાઠવા, ઉ.વ ૪૩ રહે.ગામ બાર પ્રાથમિક શાળા પાસે તા.પાવી જેતપુર, જી.છોટાઉદેપુર હાલ રહે રણછોડગઢ ગામની સીમ તા.હળવદ વાળાને રાયધ્રા ગામની સીમમાંથી ધોરણસર અટકાયત કરી હતી.

- text

પોલીસની આ કામગીરી ઇન્સ્પેકટર એમ.આર.સોલંકી તથા પીએસઆઇ પી.જી. પનારા તથા બીટ એચ.સી.વસંતરાય વઘેરા, વિજયભાઇ છાસીયા, પો.કો યોગેશદાન ગઢવી, સંજયભાઇ લકુમ, દેવેન્દ્રસિંહ ઝાલા, પંકજભાઇ ગઢવી, વિજયદાન ગઢવી સાહિતનાઓએ કરી હતી.

- text