મોરબી પાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૩.૫૦ લાખ સુધીની સહાય

- text


ઈડબ્લ્યુએસ, એમઆઇજી, એલઆઈજી, યોજના અન્વયે પણ ૨.૬૭ લાખ સુધીની વ્યાજ સબસીડી

મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં રહેતા ગરીબ અને મધ્યમ પરિવારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે ૩.૫૦ લાખ સુધીની સહાય આપવાની યોજના અમલમાં મૂકી છે સાથે સાથે ઈડબ્લ્યુએસ, એમઆઇજી, એલઆઈજી, યોજના અન્વયે મોટી રકમની લોન ઉપર ૨.૬૭ લાખ સુધીની વ્યાજ સબસીડી આપવા જાહેરાત કરી છે.

મોરબી નગરપાલિકાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ કેન્દ્ર રાજ્ય સરકારની યોજના અંતર્ગત મોરબી શહેરમાં વસવાટ કરતા હોય અને ભારતભરમાં ક્યાંય પણ મકાન ધરાવતા ન હોય તેવા ગરીબ મધ્યમવર્ગના લોકો માટે ખુલ્લો પ્લોટ હોય તેવા અસામીઓ માટે પ્રધાનમંત્રી આવસ યોજનાની બેનીફિશિયરી લેડ કન્ટ્રક્શન એટલે કે બીએલસી યોજના હેઠળ જુદા- જુદા છ તબક્કામાં કેન્દ્ર સરકારના દોઢ લાખ અને રાજ્ય સરકારના બે લાખ મળી કુલ ૩.૫૦ લાખ સહાય આપવામાં આવશે.

- text

આ ઉપરાંત સરકારની ક્રેડિટ લિંક સબસીડી યોજના અંતર્ગત ઈડબ્લ્યુએસ, એમઆઇજી, એલઆઈજી સહિતની વિવિધ યોજનમાં મકાન ખરીદવા માટે લાભાર્થીઓને કે જેમની આવક વાર્ષિક રૂપિયા ત્રણ લાખથી ઓછી હોય તેમને ૬.૫ ટકા વ્યાજદરે ૬ લાખથી ૨૨.૫૦ લાખ સુધીની લોનમાં આ યોજના અન્વયે ૨.૬૭ લાખ સુધીની વ્યાજ સબસીડી મળવા પાત્ર છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારની ઉપરોક્ત બંને યોજનાનો લાભ મેળવવા અને વધુ વિગતો માટે મોરબી નગરપાલિકાનો સંપર્ક સાધવા યાદીમાં જણાવાયુ છે.

- text