મોરબીમાં વ્યાસ જ્ઞાતિની વાર્ષિક બેઠકમાં શિક્ષણ અને સંગઠન પર ભાર મુકતા આગેવાનો

- text


આગામી ૯ સપ્ટેમ્બરના રોજ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવાની જાહેરાત

મોરબી : મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત મચ્છુ કાંઠા જ્ઞાતિની વાર્ષિક બેઠક યોજાઇ હતી. પ્રમુખ ડો. દિલીપભાઈ પૈજાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ બેઠકમાં શિક્ષણ અને સંગઠન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. મોરબી ઉપરાંત આસપાસના ગામોમાં વસતા જ્ઞાતિજનોએ આ બેઠકમાં હાજરી આપી હતી.

બેઠકમાં પ્રમુખ દ્વારા ગત વર્ષનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જ્ઞાતિના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને અન્ય જરૂરિયાતમંદો માટે શુ થઈ શકે તેના પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જ્ઞાતિ અગ્રણીઓ હરિભાઈ વ્યાસ(ખાખરાળા), શિવધનભાઈ વ્યારા, મનહરભાઈ વ્યાસ, આઈ.આર વ્યાસ, પુનિતભાઈ વ્યાસ, પત્રકાર પ્રવીણભાઈ વ્યાસ દ્વારા વક્તવ્યમાં જ્ઞાતીના સંગઠન અને શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

- text

આ તકે જ્ઞાતિમાં મહત્વનું યોગદાન આપનાર ચાર પૂર્વ જ્ઞાતિ પ્રમુખો, ત્રણ પૂર્વ મહામંત્રીઓ સાહિતનાને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા. બેઠકમાં આગામી તાં ૯ સપ્ટેમ્બરના રોજ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું.જેમાં સંજયભાઈ ધોળકિયા, મુકેશભાઈ વ્યાસ સહિતના આગેવાનોએ પૂર્ણ યોગદાન આપવાની જાહેરાત કરી હતી.

બેઠકને સફળ બનાવવા જ્ઞાતિના પ્રમુખ દિલીપભાઈ પૈજા, મહામંત્રી પ્રવીણભાઈ પૈજા, ઉપપ્રમુખ ભરતભાઈ ધાંજાના માર્ગદર્શન હેઠળ કારોબારી સભ્યો અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

- text