મોરબીના લીલાપર ગામે પુત્રના જન્મદિન નિમિતે શાળાને કોમ્પ્યુટરની ભેટ અપાઈ

- text


મોરબી : મોરબી તાલુકાની લીલાપર પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિધાર્થીએ તેના પુત્રના જન્મદિવસ નિમિતે શાળાને કોમ્પ્યુટરની ભેટ આપી હતી. ઉપરાંત શાળાના બાળકોને નાસ્તો કરાવી શાળા સાથેના જુના સંસ્મરણો વાગોળ્યા હતા.

મોરબી તાલુકાના લીલાપર ગામના રહીશ અને લીલાપર પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી વિજયભાઈ ધનજીભાઈ દેત્રોજાએ પોતાના પુત્ર માનવનો જન્મદિવસ વિશિષ્ટ રીતે ઉજવ્યો હતો. તેમણે માનવના જન્મદિવસ નિમિત્તે શાળાના બાળકોને અભ્યાસમાં મદદરૂપ થાય તે માટે શાળાને કોમ્પ્યુટર ભેટ આપેલ છે. તથા શાળાના બાળકોને નાસ્તો કરાવ્યો આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધનજીભાઈ દેત્રોજા તથા તેમનો પરિવાર હાજર રહ્યો હતો. આ તકે શાળા પરિવારે માનવને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. વિજય ભાઈને તેમના આ કાર્ય માટે શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

- text

- text