મોરબી જિલ્લા ક્રાઇમ ડાયરી

- text


(1) મોરબીના લાલપર નજીક નોનવેજના ધંધાર્થી ઉપર હુમલો

મોરબી : મોરબીના લાલપર નજીક નોનવેજ ની દુકાન ધરાવતા ધંધાર્થી ઉપર અજાણ્યા શખસે હુમલો કરતા સારવારમાં ખસેડાયેલ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ઈમરાનભાઈ ઓસમાણભાઈ સેડાત ઉ.૨૨ રહે મોરબી વીશીપરા બીલાલી મસ્જીદ પાછળ વાળાએ ફરિયાદ નોંધાવી છે કે તમના નાના ભાઈ શબીર ઓસમાણભાઈ સેડાત ઉ.વ.૧૯ લાલપર નજીક દુકાનેમુરઘી નુ મટન વેચતો હતો ત્યારે અજાણ્યા ઇસમે માથા મા લાકડી અગર ધોકા વડે માથા મા જમણી બાજુ કાન પર ઘા મારી ઈજા પહોચાડતા હેમરેજ થતા તેમજ જડબા મા લાકડી અગર ધોકા વડે માર મારતા જડબા મા ફેકચર થતા તે રીતે ઈજા કરતા ફરિયાદ નોંધાવી છે. આ અંગે પોલીસે હથીયાર બંધી જાહેર નામા ને ભંગ અંગે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2) હળવદના કડીયાણા ગામ નજીક જુગાર રમતા ૬ પકડાયા : ૧ ફરાર

હળવદ : હળવદના કડીયાણા ગામ નજીક જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સોને પોલીસે રૂ. ૮૫૯૦ની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે એક શખ્સ પોલીસની રેડ દરમિયાન નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદ તાલુકાના કડીયાણાથી પાંડાતીરથ ગામ વચ્ચે બાવળની નીચે જુગાર રમતા લક્ષમણભાઇ ગાંડુભાઇ ઉડેચા ઉ.વ ૩૮ રહે ગામ કડિયાણા, મુકેશભાઇ ભગવાનજીભાઇ સિણોજીયા ઉ.વ ૪૬ રહે ગામ દેવીપુર, કુકાભાઇ જીવણભાઇ દેગામા ઉ.વ ૩૯ રહે ગામ જુના કડિયાણા, ધારાભાઇ દેવશીભાઇ ભરવાડ ઉ.વ ૩૮ રહે ગામ જુના કડિયાણા, રાણાભાઇ પોલાભાઇ ભરવાડ ઉ.વ ૪૦ રહે ગામ કડિયાણા, મુકેશભાઇ કાળુભાઇ ઝંઝવાડીયા ઉ.વ ૩૫ રહે ગામ નવા કડિયાણા વાળાને પકડી પાડવામાં આવ્યા હતા.

પોલીસની રેડ દરમિયાન એક શખ્સ દશરથભાઇ બાજુભાઇ કોળી રહે ગામ કડિયાણા વાળા નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે રૂ. ૮૯૫૦ની રોકડ જપ્ત કરી સાતેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(3) વાંકાનેરના માહિકમાં વિજશોક લાગતા યુવાનનું મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રહેતા હુશેનભાઇ અમીભાઇ માથકીયા ઉવ ૪૫ વાળા પોતાની વાડી એ ઇલેકટ્રીક કામ કરતા હતા ત્યારે ઇલેકટ્રીક શોક લાગતા મૃત્યુ નિપજ્યું હતું. ઘટના અંગે પોલોસે એ.ડી.નોંધી તપાસ શરૂ કરી છે.
(4) મોરબી : પ્રોહીબિશનના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

- text

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવામાં મોરબી એલસીબીને સફળતા મળી છે.

ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક મોરબી બનો જોશીના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસ એલ.સી.બી, મોરબીને નાસતા ફરતા આરોપીને પકડી પાડવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપવામાં આવતા એલ.સી.બી.ના પો.કોન્સ. યોગીરાજસિંહ જાડેજા તથા પેરોલ ફરલો સ્ક્વોડના સહદેવસિંહ જાડેજા તે મળેલ હકિકત આધારે મોરબી વિસીપરા વિજયનગર ખાતેથી મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનના પ્રોહીબિશન ગુન્હા ૫૦૭૪/૧૮ પ્રોહી. ૬૫ઇ, ૮૧ મુજબના કામનો નાસતો કરતો આરોપી સુલતાન ઉર્ફે રાજુ દાઉદભાઇ ઉર્ફે ભીખો પલેજા રે.મોરબી, ક્લીકા પ્લોટ મોરબી વાળાને પકડી પાડેલ હતો.

વધુમાં આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને એ ડિવિઝન પોલીસને સોંપવા કાર્યવાહી કરવામાં આવી હતી.

(5) ટંકારાના લગધીરગઢ ગામે જાતિ પ્રત્યે હડધૂત કરાતા એસ્ટ્રોસિટી

ટંકારા : ટંકારા તાલુકાના લગધીરગઢ ગામે અનુસૂચિત જાતિના યુવાનને તારા પિતા પટેલો વિરુદ્ધ ફરિયાદ કેમ કરે છે તેવું કહી મારમારી જાતિ પ્રત્યે હડધૂત કરાતા એસ્ટ્રોસિટી એક્ટ અન્વયે ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળ્યા મુજબ ફરિયાદી બ્રિજેશભાઈ હસમુખભાઈ સોલંકી, ઉ.૧૮ ધંધો-મજુરી રહે.લખઘીરગઢ તા.ટંકારા જી.મોરબીવાળાને રાજ રશીકભાઈ વૈસલાણી રહે.લખઘીરગઢ વાળાએ તારા બાપુજી અમારા પટેલો ઉપર કેમ ફરીયાદ કરે છે તેમ કહી લોખંડના સળીયા વતી મુંઢ મારમારી તથા ગળાના ભાગે વિખોડીયા ભરી ઢીક્કા-પાટુનો મારમારી સાહેદ વચ્ચે છોડાવા પડતા ફરીયાદી તેમજ સાહેદને ભુંડા બોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી જાતિ પ્રત્યે હડધુત કર્યા હતા.

આ મામલે ટંકારા પોલીસે અધિક જીલ્લા મેજી. મોરબીના હથીયારબંધીના જાહેરનામાનો ભંગ કરવા બદલ એસ્ટ્રોસિટી એકટની કલમો મુજબ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

- text