મોરબી પાલિકા પ્રમુખે બે દિવસ સતત મોનીટરીંગ કરી સવસાર પ્લોટની પાઈલાઈન રીપેર કરાવી

- text


બાજુના વિસ્તારમાં પણ ગટર છલકાવાની  સમસ્યા , તેનું પણ નિરાકરણ લાવવાની માંગ

મોરબી : મોરબીના સવસાર પ્લોટ પર છેલ્લા ઘણા સમયથી પાણી ભરાવાની સમસ્યા હતી. ત્યારે પાલિકા પ્રમુખે જાતે સતત બે દિવસ સુધી મોનીટરીંગ કરીને તૂટેલી પાઇપલાઇન રીપૅર કરાવી સમસ્યાનું સમાધાન આપ્યું હતું.

સવસાર પ્લોટમાં આવેલ જૂની પ્રભાત હોસ્પિટલ પાસે ૨૦ દિવસથી પાણી ભરાવાની સમસ્યા હતી. અહીં નજીકમાં પાઇપલાઇન તૂટી જતા આ પાણી ભરાવાની સમસ્યા ઉદભવી હતી. ત્યારે આ અંગે પાલીકા પ્રમુખ કેતન વિલપરાને જાણ થતાં તેઓએ સતત બે દિવસ સુધી મોનીટરીંગ કરીને આ પાઇપલાઇનું રીપેરીંગ કામ કરાવ્યું હતું.

- text

હાલ આ વિસ્તારની એક સમસ્યાનું તો નિરાકરણ થઈ ગયું છે. પરંતુ હજુ એક સમસ્યા હજુ યથાવત છે. જે પાઇપ લાઈન રીપેર કરવામાં આવી તેનાથી થોડાક આગળના વિસ્તારમાં પણ પાઇપલાઇન તૂટવાના કારણે પીવાનું પાણી ગટર માં ભળે છે અને છેલ્લા 2 મહિના થી ગટર છલકાવાની સમસ્યા છે. ત્યારે આ પ્રશ્ન પણ ઉકેલવામાં આવે તેવી અહીંના સ્થાનિકોની માંગ છે.

- text