મોરબીના પુલ પરથી પડતું મૂકી યુવતી દ્વારા આપઘાતનો પ્રયાસ

- text


મોરબી : મોરબીના પાડાપૂલ પરથી એક યુવતીએ પડતું મૂકીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ યુવતીને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના વીશિપરા વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષની ગર્ભવતી યુવતીએ કોઈ કારણોસર આજે પાડાપૂલ પરથી છલાંગ લગાવી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. યુવતીને ઈજાઓ પહોંચતા તાત્કાલિક ૧૦૮ને જાણ કરવામાં આવી હતી. બાદમાં ૧૦૮ મારફતે યુવતીને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

- text

 

ફાઈલ ફોટો

- text