વાંકાનેરના ચીત્રાખડા ગામે પ્રાથમિક સુવિધાના અભાવથી ગ્રામજનો હેરાન પરેશાન

- text


રોડની હાલત બિસ્માર, બે શાળા તો છે પરંતુ બાળકોને ભણાવવા માટે પૂરતા શિક્ષકો નથી

વાંકાનેર : વાંકાનેરના ચિત્રાખાડા ગામે પ્રાથમિક સુવિધા આપવામાં તંત્ર નિષ્ફળ ગયું હોવાની ફરિયાદો ઊઠી છે. ગામમાં રસ્તાની હાલત અત્યંત બિસ્માર છે. ઉપરાંત ગામમાં બે શાળા છે પરંતુ બન્ને શાળામાં પૂરતા શિક્ષકો ન હોવાથી શિક્ષણની હાલત અત્યંત કથળી ગઈ છે. ત્યારે આ મામલે તંત્ર દ્વારા તાકીદે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ ઉઠાવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી લોકોને સારૂ પ્રાથમિક શિક્ષણ, સારા રોડ રસ્તા અને ગામની સારી પ્રાથમિક સુવિધા પુરી પાડવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે વાંકાનેર તાલુકાના ચીત્રાખડા ગામે પ્રાથમિક સુવિધાનો અભાવ રહ્યો છે. ગામમાં જવાના રસ્તા ની વાત કરીએ તો વાંકાનેર થી ચીત્રાખડા જવાના રસ્તે લુણસર થી ચીત્રાખડા નો રસ્તો અત્યંત બીસ્માર હાલતમાં છે જેનું મુખ્ય કારણ ખનીજ માફિયાઓ ના ઓવરલોડ દોડતા વાહનો નો સિંહ ફાળો છે તેવું ગ્રામજનો કહિ રહ્યા છે.

આ માર્ગ આશરે ૬ કિ. મી. નો અંતરે હોય જેથી ચીત્રાખડા ગ્રામજનો હેરાન પરેશાન થઇ રહ્યા છે. ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ન હોય નાની-મોટી બીમારી સબબ લુણસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી જવું પડતું હોય અને આ રસ્તાની દયનીય હાલત હોય ત્યાં સુધી પહોંચવું અતિ કઠિન છે. કુદરતી માંદગી કે આકસ્મિક ઘટના વેળાએ આ ચીત્રાખડા ગામે આવતી ૧૦૮ એમ્બ્યુલન્સ ને પણ ભારે તકલીફ પડી રહી છે ત્યારે આ ગામના રસ્તા ને રિપેર કરવાની તાતી જરૂરિયાત છે.

- text

શાળા એ સંસ્કારનું સિંચન છે જે સિંચન અને સંસ્કારની ચીત્રાખડા ગ્રામજનોથી કોષો દૂર રહી હોય તેમ આ ગામમાં સરકાર દ્વારા બે બે શાળાઓ હોય છતાં વિદ્યાર્થીઓ સારા શિક્ષણથી વંચિત છે કારણ સીમ શાળામાં ધોરણ ૧ થી ૬ ના કુલ ૯૦ વિદ્યાર્થીઓ વચ્ચે એક શીક્ષક અને બીજી ગામની શાળામાં ધોરણ-૧ થી ૮ ના કુલ ૨૩૦ વિદ્યાર્થીઓ વચ્ચે ચાર શીક્ષકો છે. આમ વિદ્યાર્થીઓની સંખ્યા વધુ અને શિક્ષકોની ઘટ રહેવાથી વિદ્યાર્થીઓના ભણતર પર પ્રશ્નાર્થ લાગે છે. ગામમાં પ્રાથમિક શિક્ષણ માટે સારી સ્કૂલ હોવા છતાં શિક્ષકોની ઘટ ને લઈને વિદ્યાર્થીઓ સારું પ્રાથમિક શિક્ષણ લઈ શકતા નથી.

વાંકાનેરના ચીત્રાખડા ગામે રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાથી વંચિત રહેલ હોય છતાં પણ સરકારી તંત્ર દ્વારા આ ગામ સાથે માનવતાને ભૂલી સરકારી ગ્રાન્ટો અને વિકાસ લક્ષી સરકારની મહેનત પર પાણી ફરી વળ્યું હોય તેવો ચિત્રા હાલ વાંકાનેર તાલુકાના ચીત્રાખડા ગામે ગંભીર પ્રશ્નો ઉઠવા પામ્યો છે.

- text