મોરબી : ટ્રાફિક સમસ્યા નિવારવા ઉમિયા સર્કલ પહોળું કરવા માંગ

- text


શનાળા રોડની વિવિધ સોસાયટીઓ દ્વારા માર્ગ અને મકાન વિભાગને રજુઆત

મોરબી : મોરબીના મુખ્યમાર્ગ એવા શનાળા રોડ પર સતત ટ્રાફિક સમસ્યા સર્જાય છે જેથી ઉમિયા સર્કલ ખાતે ટ્રાફિક અવિરત રહેતો હોય ઉમિયા સર્કલને પહોળું કરવામાં આવે તેવી માંગ વિવિધ સોસાયટીના રહીશો દ્વારા ઉઠાવવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઉમિયા સર્કલ નજીક આવેલ શ્યામપાર્ક, સુભાષનગર, અવની, જય અંબે, ગુ.હા.બોર્ડ તેમજ તમામ આજુબાજુ સોસાયટીના રહીશો દ્વારા માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી શહેરનો મુખ્યમાર્ગ હોવાથી શનાળા રોડ પર આવેલા ઉમિયા સર્કલ પર અવારનવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે હાલ આર એન્ડ બી દ્વારા માજી ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાની ગ્રાન્ટમાંથી આ રોડ નું કામ ચાલુ કરવામાં આવેલ છે

- text

આ સંજોગોમાં સનાળા રોડ આજુબાજુ આવેલ શ્યામપાર્ક, સુભાષનગર, અવની સહિતની સોસાયટીની લોકોએ માંગણી કરી છે કે ઉમિયા સર્કલને પહોળું કરી અને બાજુના દબાણો તેમજ ઈલેક્ટ્રીસીટી પોલ, સીસીટીવી કેમેરાના પોલ વગેરે દુર કરી સર્કલને મોટું બનાવી તેમજ ડીવાઈડર અને રોડ માર્કિંગ કરી ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ લાવી શકાય તેમ છે તો આ સંદર્ભે ઘટતું કરવા માંગ ઉઠાવવામાં આવી છે.

- text