મોરબીના મચ્છુ-૨ ડેમમાં નર્મદાના નીર ઠાલવવા ક્લેકટરે લખ્યો અગ્રસચિવને લખ્યો પત્ર

- text


મોરબી : મોરબીમાં મચ્છુ-૨ ડેમના તળિયા દેખાતા જળસંકટની સ્થિતિ ઉદભવી છે. ત્યારે આ જળસંકટ ઘેરું બને તે પૂર્વે નર્મદા ડેમના નીર મચ્છુ-૨ ડેમમાં ઠાલવવામાં આવે તેવો જિલ્લા કલેક્ટરે અગ્રસચિવને પત્ર લખ્યો છે.

મોરબી પંથકમાં વરસાદ ખેચાતા જળસંકટના વાદળો ઘેરાયા રહ્યા છે. ત્યારે લોકો ચિંતાતુર બન્યા છે. મચ્છુ-૨ ડેમના તળિયા દેખાઈ ગયા હોવાથી પાણી વિતરણમાં કાપ મુકવાની ફરજ પડી છે. ત્યારે નર્મદાના નીર કેનાલ વાટે ચાલુ કરવામાં આવે તે અનીવાર્ય છે.

- text

મોરબી જિલ્લા ક્લેકટરે જળ સંકટને ઘેરું બનતા રોકવા માટે અગ્રસચિવને પત્ર લખ્યો હતો. જેમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે મચ્છુ-૨ ડેમનું તળિયું દેખાતા પાણી કાપ મુકવાની ફરજ પડી છે. હાલ નર્મદા કેનાલ મારફતે પાણી આપવુ અનિવાર્ય બની ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ જિલ્લા ભાજપ પ્રમુખે પણ નર્મદાના નીર મચ્છુ-૨ ડેમમાં ઠાલવવા માટે મુખ્યમંત્રીને રજુઆત કરી હતી.

- text