ટંકારામાં અમરાપર રોડના કામથી લોકો ત્રસ્ત : ડાયવર્ઝન મુકવાની માંગ

- text


ટંકારા : ટંકારા અમરાપર રોડ પર નવા રોડની કામગીરી મુસાફરો માટે મુસીબત બની ગઈ છે. ત્યારે અહીં ડાયવર્ઝન કરવા માંગ ઉઠી છે. દરરોજ અહીં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાઈ છે. ત્યારે તંત્ર ત્વરિત કાર્યવાહી કરી વાહનચાલકોને પડતી હાલાકી દૂર કરી આપે તેવી માંગ ઉઠી છે.

ટંકારા ના મુખ્ય માર્ગ છાપરી થી સ્મશાન ને જોડતો ડામર રોડ મગરની પીઠ જેવો થઈ ગયા બાદ ગાયત્રી નગર ના રહીશો દ્વારા નવા રોડ ની માગણી સાથે આવેદન આપ્યું હતું જેના પગલે તંત્ર દ્વારા આ રોડ નુ કામ છેક ચોમાસાની શરૂઆતમાં આદરતા રાહદારીઓ ને ભારે હાલાકી ભોગવવી રહ્યા છે તો કોન્ટ્રાક્ટર દ્વારા આ અંગે કોઈ ચાલવા ના માર્ગ માટે વૈકલ્પીક વ્યવસ્થા પણ કરી ન હોય મુસાફરો ને મુસીબત નો સામનો કરવા ની નોબત આવી છે

- text

અત્રે ઉલ્લેખનીય છે કે આ રોડ ઉપર થી વાકાનેર ને જોડતા વાહનો , ટંકારા શહેરીજનો ના ટુ વ્હીલ અને ફોર વ્હીલ મોટી સંખ્યામાં અવરોજવરો રહે છે ત્યારે આ રોડ ઉપર કામ શરૂ થતા બધો વાહન વ્યવહાર છેક ટંકારા ની સાકડી બજાર ચીરી નિકળતા ત્યા હેવી ટાફીકજામ ના દશ્યો સર્જાઈ છે ત્યારે આ હાઇવે પર દેવીપુજક વિસ્તાર માથી ગાયત્રી નગર ના રસ્તા પર ત્રાસ નાખી વાહનચાલકો ને પડતાં ત્રાસ માથી મુક્તિ અપાવે તેવી લોક માંગ ઉઠી છે.

- text