મોરબી જિલ્લાના ૮૫૦ યોગ નિદર્શન સ્થળો પર ગુરુવારે ૧.૨૬ લાખ લોકો કરશે યોગા

- text


મુખ્ય કાર્યક્રમ મોરબીના એલ.ઇ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બીનઅનામત વર્ગ આયોગના અધ્યક્ષ હંસરાજભાઇ ગજેરાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે

મોરબી : મોરબી જિલ્લામાં ૮૫૦ યોગ નિદર્શન સ્થળો પર આવતીકાલે તા.૨૧ને ગુરુવારના રોજ યોજાનાર યોગાસનના કાર્યક્રમમાં કુલ ૧.૨૬ લાખથી વધુ લોકો યોગાસનમાં જોડાશે. તેમાં મોરબી જીલ્લામાં યોગાસનનો મુખ્ય કાર્યક્રમ મોરબી ખાતેના એલ.ઇ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડમાં સવારે ૬ કલાકે ગુજરાત રાજયના બીનઅનામત વર્ગ આયોગના અધ્યક્ષ હંસરાજભાઇ ગજેરાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે. મુખ્ય કાર્યક્રમમાં ૬ હજાર થી વધુ લોકો જોડાઇ યૌગાસનો કરશે.

મોરબીના એલ.ઇ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તા. ૨૧ મી જુનના રોજ યોગ દિવસની થનાર ઉજવણી અંગેની વિગતો આપતા મોરબી પ્રાંત યુવા વિકાસ અધિકારી સત્યજીત વ્યાસે જણાવ્યું હતુ કે મોરબી જિલ્લા કલેકટર આર.જે. માકડીયાના માર્ગદર્શન હેઠળ મોરબી ખાતે યોજાનાર આ યોગાસનના મુખ્ય કાર્યક્રમમાં કુલ-૬ હજારથી વધુ લોકો કાર્યક્રમમાં જોડાશે. આમાં જિલ્લાની જુદી જુદી કચેરીઓના અધિકારીઓ કર્મચારીઓ પદાધિકારીઓ જુદી જુદી શૈક્ષણિક સામાજિક સંસ્થાઓના હોદેદારો સભ્યો નગરજનો ગ્રામ્યજનો ભાઇ-બહેનો તથા દિવ્યાંગજનો અને વિદ્યાર્થી ભાઈ-બહેનો પણ મોટી સંખ્યામાં ભાગ લઇ યોગાસન કરશે.

આ કાર્યક્રમમાં નિષ્ણાંત યોગાચાર્યો ઉપસ્થિત રહી ઉપસ્થિત લોકોને યોગાસનો કરાવશે. યોગાસનના આ કાર્યક્રમો જાહેરજનતા માટે હોય કોઈ પણ લોકો કાર્યક્રમમાં જોડાઇ શકશે. યોગદિન નિમિત્તે યોજાનાર કાર્યક્રમની તૈયારી હાલ શહેર જિલ્લાના જુદા જુદા યોગ કેન્દ્રમાં ચાલી રહેલ છે. જેમાં વિવિધ સંસ્થાઓ જેવી કે પતંજલી સર્વસિઘ્ધી યોગ આર્ટ ઓફ લીવીંગ ફીઝીયોફીટ ટીમના યોગાચાર્યો જરૂરી માર્ગદર્શન પુરૂ પાડી રહયા છે. તેમ તેમણે જણાવ્યું હતું.

- text

આવતીકાલે તા.૨૧મી જુન ૨૦૧૮ ના રોજ આવતા વિશ્વ યોગ દિન નિમિતે મોરબી જિલ્લામાં ૮૮૭ યોગ નિદર્શન કેન્દ્રો ઉપર ૧.૨૬ લાખથી વધુ લોકો યોગાસનો કરશે ઓને ૮૦ ઉપરાંત યોગ નિષ્ણાંત અને ૬૧૫ થી વધુ યોગ કેન્દ્ર વ્યવસ્થાપકો યોગ કરાવશે. લોકોના રવારથ્યની જાળવણી અને લાંબા આયુષ્ય માટે યોગાસનો નિયમિત જીવનમાં અપનાવવા જરૂરી છે. આજે સમગ્ર વિશ્વએ યોગને જીવનમાં અપનાવી લીધેલ છે. ત્યારે આ યોગના કાર્યક્રમનો લોકોવધુને વધુ લાભ લે તે માટે જિલ્લા કલેકટર આર.જે. માકડીયાએ સૌને અનુરોધ કરેલ છે.

કાર્યક્રમોમાં વિવિધ યોગાભ્યાસ કરાવતી સંસ્થાઓ જેમાં પતંજલી, આર્ટ ઓફ લીવીંગ સર્વ સીધ્ધી યોગ ફિઝીયો ફીટ જીમ સહિતની સંસ્થાઓના ૮૦ ઉપરાંત યોગાચાર્યો, , ૬૧૫ થી વધુ યોગકેન્દ્રના વ્યવસ્થાપકો, જિલ્લાના ૮૮૭ યોગ નિદર્શન કેન્દ્રોમાં ૧.૨૬ લાખથી વધુ લોકોને યોગાસનો કરાવશે. જેમાં ૮૮ હજાર પુરૂષ અને ૩૮ હજારથી વધુ સ્ત્રીઓ જોડાશેઆ કાર્યક્રમના સહયોગમાં સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જોડાઇ છે. આ યોગદિન નિમિતે યોજાનાર કાર્યક્રમમાં જિલ્લાના દરેક તાલુકાના મુખ્ય મથકે ૨ થી ૩ યોગ કેન્દ્રો ઉપર કાર્યક્રમો યોજાશે. તથા નગરપાલીકા વાર ત્રણથી ચાર કેન્દ્રોમાં કાર્યક્રમો યોજાશે. જેમા વિશાળ સંખ્યામાં લોકો આ યોગાસન કાર્યક્રમમાં જોડાશે. જિલ્લામાં યોગાસનના મુખ્ય કેન્દ્રોમાં યોગાસનના જિલ્લા કક્ષાના ૧૦ કેન્દ્રોમાં કાર્યક્રમ યોજાશે.

- text