મોરબીમાં કોંગ્રેસની આબરૂના લિરા : 16 સભ્યોએ વ્હીપનો અનાદર કર્યો

- text


અમને ક્યાં કોઈ દી બોલાવ્યા છે તમે : સભ્યોએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખને રોકડું પરખાવ્યુ

મોરબી : મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ પદની ચૂંટણી સમયે જ કોંગ્રેસના 16 અસંતુષ્ઠોએ ધોકો પછાડી જિલ્લા કોંગ્રેસ પ્રમુખને આડે હાથ લઈ પાર્ટીનો વ્હીપ ફગાવતા ચકચાર જાગી છે.

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ની ચૂંટણી શરૂ થઈ છે ત્યારે સભ્યોએ વ્હીપ લેવાની મનાઈ ફરમાવી અને જિલ્લા પ્રમુખને સાફ – સાફ ભાષામાં કહી દીધું હતું કે તમે અમને ક્યારેય સાંભળ્યા જ નથી અને અમારો સંપર્ક પણ નથી કર્યો અમે મિટિંગ પુરી થયા પછી વ્હીપ લેશું !!

- text

- text