રાજકોટમાં ડો.વિવેક બિન્દ્રાના ખાસ સેમિનારમાં ભાગ લેવાની મોરબીના ઉદ્યોગકારો તેમજ વેપારીઓ માટે અમૂલ્ય તક

- text


૧૩મી જૂને સેમિનાર : તમારા બિઝનેસને કેવી રીતે આગળ વધારશો : બિઝનેસને નવી ઊંચાઈ લઈ જવા શુ કરવું જોઈએ તે વિશે મહત્વની ગુરુચાવીઓ આપશે ડો. વિવેક બિન્દ્રા

મોરબી : તમારા બિઝનેસને આગળ કેવી રીતે વધારશો ? આ પ્રશ્નના સમાધાન માટે આગામી તા.૧૩મી જૂને રાજકોટના હેમુગઢવી હોલ ખાતે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડો.વિવેક બિન્દ્રા ઉધોગપતિઓ તેમજ વેપારી સહિતના સાહસિકોને અમૂલ્ય માર્ગદર્શન આપશે.

મોરબી ઉધોગની નગરી તરીકે જાણીતી છે. અહીં અનેક ઉદ્યોગો આવેલા છે. અહીંના સાહસિકો ઉદ્યોગ અને વેપારની આગવી કુશળતા ધરાવે છે. પરંતુ ઘણી વખત યોગ્ય પદ્ધતિના અભાવે ઉધોગ, વેપાર કે અન્ય સાહસ આગળ ધપતું નથી. આવા સમયે જો યોગ્ય માર્ગદર્શન મળે તો બીઝનેસને પાંખ આવી જાય અને બિઝનેસ સતત આગળ ધપતો રહે. આજ પ્રકારે તમારા બિઝનેસને આગળ કેમ વધારવો તે અંગેનું સચોટ માર્ગદર્શન આપવા જાણીતા બિઝનેશ ગુરુ ડો.વિવેક બિન્દ્રાના ખાસ સેમિનારનું રાજકોટમાં હેમુગઢવી હોલ ખાતે આગામી તા. ૧૩ જુનના રોજ સાંજે ૬ થી ૯ દરમિયાન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

જેમાં જાણીતા બિઝનેશ ગુરુ ડો.વિવેક બિન્દ્રા દ્વારા કેવી રીતે તમારા બિઝનેસને બહુવિધ બનાવવો, કેવી રીતે ઊંચી કામગીરી કરવાની ક્ષમતા ધરાવતી ટીમ બનાવવી, ડિસ્કાઉન્ટ આપ્યા વગર તમારા ગ્રાહકોને કેવી રીતે જાળવી શકાય, સ્પર્ધાથી કેવી રીતે આગળ રહેવું, બિઝનેસમાં નફો કેવી રીતે વધારવો, અન્યને સમજાવવા અને નિર્ણાયક સંરક્ષણો કેવી રીતે હાથ ધરવા વગેરે અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

ડો. વિવેક બિન્દ્રાના રાજકોટના આ પ્રથમ સેમિનારમાં જોડાઈને ઉદ્યોગ તેમજ વેપાર સાહસિકો પોતાના ધંધાને નવી ઉંચાઈએ લઈ જવાનું સામર્થ્ય ધરાવી શકશે. હાલ સેમિનારમાં સીટનું બુકિંગ ચાલુ છે. ડાયમંડ સીટીંગના રૂ.૫ હજાર અને ગોલ્ડ સીટીંગના રૂ. ૩ હજાર છે. સેમીનારમાં જૂજ સીટો જ બાકી રહી છે. સીટ બુક કરવા માટે દિલીપભાઈ બરાસરા મો.નં. ૯૮૭૮૧ ૮૯૮૮૨ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text