ટંકારા પંથકમાં અકસ્માતની વણઝાર યથાવત : ડમ્પર પલટી મારતા ડ્રાઇવરનું મોત

- text


મૃતક ડમ્પર ચાલકની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી

ટંકારા : ટંકારામાં રાજકોટ મોરબી હાઇવે ઉપર ફરી એક અકસ્માતમાં ડમ્પર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હાલ આ રોડ પર અકસ્માતોની વણઝાર શરૂ રહેતા વાહનચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

જાણે યમરાજાએ ટંકારામાં રોકાણ કર્યું હોય તેમ એક પછી એક અકસ્માતના બનાવો બનતા રહે છે. લજાઈ ચોકડી એ થયેલો અકસ્માત ત્યારબાદ ઓટાળા દોઢ વર્ષ ની લાડકાઈ દિકરી નુ મોત અને રિક્ષા પલટી જેમા પાંચ મહીલા ધાયલ ત્યારબાદ ખીજડીયા ચોકડી પાસે કારની ઠોકરે બાઈક ચાલકને ઇજા અને મોડી રાત્રે રાજકોટ મોરબી હાઇવે પર ટંકારા થી થોડે દુર ધોબી નાલા પાસે ડમ્પર એકાએક રોડની સાઈડમાંથી પલટી મારી જતાં ડમ્પર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.

- text

મૃતક ડમ્પર ચાલકની હજી સુધી કોઈ ઓળખ મળી નથી. અકસ્માતની વણઝારના કારણે આ હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોમાં રીતસર ભયનું લખલખું પ્રસરી ગયું છે.

- text