ગરમીમાં રાહત ! વાંકાનેર પોલીસ દ્વારા છાસ વિતરણ

- text


વાંકાનેર : સામાન્ય રીતે પોલીસ નામ સાંભળતા જ લોકો ભળકી ઉઠે છે ત્યારે વાંકાનેર પોલીસે માનવતા મહેકાવી કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળે તે માટે છાસ વિતરણ કરી લોકોની આંતરડી ઠારવા પ્રસંશનીય કામગીરી કરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન હેઠળ આવેલી ચાવડી ચોકી ખાતે બળબળતા તાપમાં લોકોને રાહત આપવા છાસ વિતરણ કરવામાં આવી રહ્યુ છે અને લોકો પણ પોલીસની માનવતાવાદી કામગીરીની સરાહના કરી રહ્યા છે.

- text